Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ અને સંઘ ગોડ લવર્સ નહીં બલ્કે ગોડસેના લવર્સ છે : રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘ ઉપર જોરદાર આક્ષેપો કર્યા હતા. નાથુરામ ગોડસેને લઇને પ્રજ્ઞા ઠાકુર અને અન્ય ભાજપ નેતાઓના નિવેદન ઉપર પ્રહાર કર્યા હતા. નોટબંધીને લઇને પણ મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. રાહુલે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે ભાજપ અને સંઘ શું છે તે અંગેની માહિતી તેમને મળી ગઈ છે. આ લોકો ગોડના લવર્સ નહીં બલ્કે ગોડસેના લવર્સ છે. મહાત્મા ગાંધીના હત્યારાને લઇને પ્રજ્ઞા ઠાકુર અને કેટલાક નેતાઓ દ્વારા કરવામાં આવેલા નિવેદનથી ભાજપ ચારેબાજુ ટિકા થઇ રહી છે. રાહુલ ગાંધીએ હિમાચલ પ્રદેશના સોલનમાં નોટબંધીને લઇને આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, આ નિર્ણય કોઇને પણ સાથે લીધા વગર કરવામાં આવ્યો હતો. નોટબંધી દરમિયાન મોદીએ પોતાની કેબિનેટના સભ્યોને પણ જાણ કરી ન હતી. કોંગ્રેસ નેતાએ મોદી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેમને કોઇપણ પ્રકારની સમજ દેખાઈ રહી નથી. હવાઈ દળના લોકોને તેઓ પોતાનું જ્ઞાન આપી રહ્યા છે. કોંગ્રેસના વડાએ કહ્યું હતું કે, જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો ૨૨ લાખ સરકારી નોકરીની જગ્યા જે ખાલી છે તેને ભરવામાં આવશે. આરબીઆઈએ દેશની અર્થવ્યવસ્થાને યોગ્ય રસ્તો બતાવ્યો છે. ૭૦ વર્ષથી દેશને ચલાવે છે પરંતુ આરબીઆઈએને પણ જાણ કર્યા વગર વડાપ્રધાને નોટબંધી અમલી કરી દીધી હતી. મોદીએ પોતાની કેબિનેટને નોટબંધીના સમય રેસક્રોસ રોડમાં પુરી દીધા હતા. એસપીજીવાળા તેમની પણ સિક્યુરિટી કરે છે પરંતુ આ લોકોએ આ અંગેની વાત કરી હતી. મોદીના ઇન્ટરવ્યુના સંદર્ભમાં વાત કરતા કહ્યું હતું કે, લોકો કહે છે કે, બેરોજગારીની સમસ્યા છે પરંતુ મોદી કહે છે કે, તેઓ કેરીના વૃક્ષ ઉપર ચડી જતાં હતા અને કેરી ખાઈલેતા હતા. બાલાકોટમાં એર સ્ટ્રાઇકવાળા નિવેદન અંગે રાહુલ ગાંધીએ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, બાલાકોટમાં હુમલા થઇ રહ્યા હતા અને હવાઈ દળના લોકો આવ્યા હતા અને કહ્યું હતું કે, હવામાનની સ્થિતિ ખરાબ છે. વિલંબ થશે પરંતુ મોદીએ એરફોર્સના લોકોને કહી દીધું હતું કે, આનાથી ભયભીત થવાની જરૂર નથી. વાદળો હોવાની સ્થિતિમાં ફાયદો થશે. રડારમાં પણ વિમાનો દેખાશે નહીં. ઇન્ટરવ્યુમાં મોદીના સંદર્ભમાં કરવામાં આવેલી કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. પુલવામા હુમલાને લઇને પણ રાહુલ ગાંધીએ મોદી ઉપર પ્રહાર કર્યા હતા.
પુલવામા અને ૨૦૦૮ના મુંબઈ હુમલાને લઇને રાજનીતિ રમવાનો મોદી ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો. મુંબઈમાં તાજ હોટલમાં હુમલો કરાયો ત્યારે મોદી એક પત્રકાર પરિષદ યોજી રહ્યા હતા.

Related posts

દાઉદ પાકિસ્તાનમાં જ હોવાની ભાઈ કાસ્કરની કબૂલાત

aapnugujarat

G20 summit: Trump-PM Modi’s bilateral meeting discusses four issues

aapnugujarat

રાંચીમાં કોલસાની ખાણમાં આગથી ૧૯ ટ્રેન થશે બંધ, ૨૭૫૦ કરોડના નુકસાનનો અંદાજ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1