Aapnu Gujarat
ગુજરાત

હવે નર્મદા કેનાલ પર જોવા મળશે તરતી સોલાર પેનલ

ટૂંક સમયમાં અમદાવાદથી ગાંધીનગર આવતા મુલાકાતીઓ નર્મદા કેનાલની બંને બાજુ પાણી પર તરતી સોલાર પેનલ જોઈ શકશે. 15 સોલાર પેનલ્સની શ્રેણી 3 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે. રાજ્ય સરકાર તરફથી આ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ આખો પ્રોજેક્ટ પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU) અને ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા હાથ ધરવામાં આવશે. PDEUના ડાયરેક્ટર જનરલ પ્રોફેસર એસ સુંદર મનોહરને 2 ડિસેમ્બરના રોજ યુનિવર્સિટીના કોન્વોકેશન દરમિયાન કહ્યું હતું કે તેને GSECL તરફથી અગ્રણી ફ્લોટિંગ સોલાર પેનલ પ્રોજેક્ટ માટે 26 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. 3 મેગાવોટની સુવિધા 1.5 મેગાવોટ/કલાક (mWh)ના સંગ્રહ સાથે જોડવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના મુખ્ય સચિવ મમતા વર્માએ જણાવ્યું હતું કે, પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. એકવાર પ્રોજેક્ટ સફળ થયા પછી તેને અન્યત્ર અમલી બનાવવામાં આવશે. રાજ્ય સરકારની નવી રિન્યુએબલ એનર્જી (RE) સેક્ટર પોલિસીમાં આવા પ્રોજેક્ટ્સને મોટા પાયે પ્રોત્સાહિત કરવા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. અમને આશા છે કે PDEU પ્રોજેક્ટ આ ક્ષેત્રમાં ભવિષ્ય માટેના માર્ગો ખોલશે.

રિન્યુએબલ એનર્જી સેક્ટરના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સોલાર ક્ષેત્રે ગુજરાત 7,000 મેગાવોટથી વધુ ક્ષમતા સાથે પહેલાથી જ અગ્રેસર છે. તેઓએ ધ્યાન દોર્યું છે કે પ્રતિ 1 મેગાવોટ ક્ષમતા માટે લગભગ છ એકર જમીનની જરૂર છે. બીજી તરફ જળાશયો અને નહેરોમાં પાણીની સપાટીનો ઉપયોગ તરતા ઉપકરણો માટે કરી શકાય છે જે જમીનને બચાવશે અને ગરમીમાં ઘટાડો કરશે. અને તેની સાથે સાથે વધુ સારું ઉત્પાદન સુનિશ્ચિત કરશે.

પ્રોફેસર મનોહરને જણાવ્યું હતું કે ‘ફ્લોટોવોલ્ટેઈક્સ’ અથવા ફ્લોટિંગ ફોટોવોલ્ટાઈક્સ તેની સંભવિતતા સાથે સમગ્ર ભારતમાં રસનું ક્ષેત્ર છે. ભારતમાં છેલ્લા બે વર્ષમાં ઘણી મોટી પહેલ કરવામાં આવી છે. અમારો પ્રસ્તાવિત પ્રોજેક્ટ કેનાલની બાજુઓ પર સોલાર પેનલ વડે ફ્લોટને જોડશે. તેને કોઈ વધારાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી. બીજી તરફ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં 40 થી વધુ મોટા જળાશયો છે જ્યાં નાના સોલાર પ્લાન્ટ શક્ય છે.

Related posts

શ્રી પૃથ્વેશ્વર મહાદેવને ઋષિ પંચમી નિમિત્તે શ્રી અદભુત શણગાર

editor

જોયઆલુક્કાસ જવેલર્સના શો રૂમ ઉપર દરોડાથી સનસનાટી

aapnugujarat

નર્મદા જિલ્લામં આજથી ત્રિદિવસીય પ્રારંભાયેલી આદિજાતિ  વિકાસ ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવતાં રાજ્યમંત્રીશ્રી તડવી

aapnugujarat
UA-96247877-1