Aapnu Gujarat
મનોરંજન

અનુષ્કા-વિરાટે લંડનમાં ઉજવી છઠ્ઠી વેડિંગ એનિવર્સરી

બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરે પોતાની છઠ્ઠી એનિવર્સરી ઉજવી છે. એનિવર્સરીના દિવસે કપલે કોઈ પોસ્ટ ના કરી. ફેન્સ આખો દિવસ તેમની પોસ્ટની રાહ જોતા રહ્યા પરંતુ દિવસના અંતે નિરાશ થવું પડ્યું. જોકે, બીજા દિવસની સવાર અનુષ્કા-વિરાટની પોસ્ટ સાથે થઈ. અનુષ્કા શર્માએ એનિવર્સરી સેલિબ્રેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સાથે જ વિરાટ પર પ્રેમ વરસાવ્યો છે. આ તરફ વિરાટે પણ પત્ની સાથેની સુંદર તસવીર શેર કરી છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટલીમાં જઈને લગ્ન કર્યા હતા. તેમના લગ્નની ગંધ સુદ્ધાં લોકોને ના આવે તેની ખાસ કાળજી રાખી હતી. આ વાતને હવે છ વર્ષ વીતી ગયા છે. અનુષ્કા અને વિરાટ હાલ એક દીકરીના પેરેન્ટ્સ છે. હવે અટકળો લાગી રહી છે કે અનુષ્કા શર્મા બીજીવાર પ્રેગ્નેન્ટ છે. જેની વચ્ચે અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર છઠ્ઠી એનિવર્સરી સેલિબ્રેશનની અમુક તસવીરો શેર કરી છે.
અનુષ્કા શર્માએ એક ફોટો શેર કર્યો છે જેમાં તે અને વિરાટ બંને બ્લેક રંગના આઉટફિટમાં જોવા મળે છે. એક્ટ્રેસે આ ફોટો શેર કરતાં લખ્યું, “અમારો આખો દિવસ પરિવાર અને મિત્રો સાથે પ્રેમપૂર્વક વિત્યો. શું ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં મોડું થઈ ગયું? 6+ ઈન્ફિનીટી. અનંત કાળ સુધી મારા ન્યૂમરો યુનો સાથે રહીશ.” ઉલ્લેખનીય છે કે. ન્યૂમરો યુનોનો અર્થ થાય છે કે, કોઈપણ સૌથી જરૂરી વસ્તુ કે સૌથી પસંદગીનું હોવું. અનુષ્કાની આ પોસ્ટ પર સેલેબ્સ કોમેન્ટ કરીને શુભેચ્છા આપી રહ્યા છે.
દરમિયાન વિરાટ કોહલીએ પણ પત્ની સાથે ફોટો શેર કર્યો છે. જેમાં અનુષ્કા તેને ગળે વળગીને પાછળ ઊભી છે. બંને એકબીજા સાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. આ ફોટો સાથે વિરાટે કેપ્શનમાં હાર્ટ ઈમોજી અને ઈન્ફિનીટીનો સિમ્બોલ મૂક્યો છે.
આ સિવાય અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેઓ પરિવાર અને મિત્રો સાથે મળીને કેક કાપતા જોવા મળે છે. બંને એકદમ મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યા છે. કપલે લંડનમાં એનિવર્સરી ઉજવી છે. આ બધી જ તસવીરોમાં અનુષ્કાએ પોતાનું પેટ ના દેખાય એ રીતે પોઝ આપ્યો છે. એવામાં સોશિયલ મીડિયા પર ફરી ચર્ચા થવા લાગી છે કે અનુષ્કા બેબી બંપ છુપાવી રહી છે.

Related posts

લોકડાઉન એ મને ઘણું બધું શીખવ્યું છે : જમિલા જમીલ

editor

સ્ટાર પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા તૈયાર

aapnugujarat

ઇમરાન ખાન ટુંક સમયમાં કમબેક કરશે

aapnugujarat
UA-96247877-1