Aapnu Gujarat
મનોરંજન

ધ જેન્ટલમેનમાં જેક્લીન ખુબ સેક્સી અંદાજમાં નજરે પડશે

ધ જેન્ટલમેન ફિલ્મ ૨૫મી ઓગષ્ટના દિવસે દેશભરમાં રજૂ કરવામા ંઆવનાર છે. આ ફિલ્મમાં અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ નવા સેક્સી અંદાજમાં નજરે પડનાર છે. ફિલ્મમાં જેક્લીન સિદ્ધાર્થ મલહોત્રા અને સુનિલ શેટ્ટી, દર્શન કુમાર સાથે નજરે પડનાર છે. જેકલીનના પોલ ડાન્સથી પ્રભાવિત થયેલા સિદ્ધાર્થ કહ્યુ છે કે જેક્લીને શાનદાર ડાન્સ કરીને તમામને ચોંકાવી દીધા છે. તેનુ કહેવુ છે કે અન્ય કોઇ તેના કરતા વધારે સારી રીતે આ ડાન્સ કરી શકે નહી. પોલ ડાન્સ રિહર્સલ પણ વિડિયો સાથે છેલ્લા કેટલાક દિવસથી ખુબ ચર્ચામાં છે. પોલ ડાન્સ ધ જેન્ટલમેનના ગીત ચન્દ્રલેખા પર હતુ. આ ગીતના વિડિયો સામે આવ્યા બાદ તેની ધુમ જોવા મળી રહી છે. તેના ડાન્સની પણ ચારેબાજુ ચર્ચા જોવા મળી રહી છે. જેક્લીને કહ્યુ છે કે પોલ ડાન્સ માટે તે બે મહિના સુધી સતત ખુબ મહેનત કરી ચુકી છે. પોલ ડાન્સ કરતી વેળા તે કેટલીક વખત પડી ગઇ હતી. સાથે સાથે ઘાયલ પણ થઇ હતી. તેનુ કહેવુ છે ક પોલ ડાન્સ શિખવા માટે તે બે મહિના સુધી પોલ ડાન્સ શિખવાડનાર રોક્સીને પણ પોતાની સાથે રાખી લીધી હતી. જેક્લીન કહે છે કે મિયામી પાર્ટી ક્લબ પોલ ડાન્સ માટે લોકપ્રિય છે. જો કે આન કરવા માટે ખુબ મહેનત લાગે છે. તેનુ કહેવુ છે કે ભારે મહેનત બાદ આને કરી લેવામાં સફળતા મળી છે. ફિલ્મમાં ચાહકોને પોલ ડાન્સ ગમશે તેવો દાવો જેક્લીન કરી રહી છે.જેક્લીનની છેલ્લી કોઇ પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ રહી નથી. તેની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ પુરવાર થઇ રહી છે. હવે આ ફિલ્મ પાસેથી તે આશા રાખી રહી છે.

Related posts

વરૂણ ધવન જુડવા-૨ ફિલ્મને લઇને ખુશ

aapnugujarat

ગંગુબાઈ થિયેટરોમાં આવતા પહેલા વિવાદોમાં સપડાઈ

editor

મીરા રાજપૂતનો હોટ બિકની લૂક છવાયો

editor

Leave a Comment

UA-96247877-1