Aapnu Gujarat
મનોરંજન

વરૂણ ધવન જુડવા-૨ ફિલ્મને લઇને ખુશ

યુવા પેઢીમાં લોકપ્રિયતા જમાવી રહેલા સ્ટાર વરૂણ ધવને પોતાના પિતા ડેવિડ ધવનની ફિલ્મને સફળ બનાવવા તમામ તાકાત લગાવી દીધી છે. તે ફિલ્મમાં કામ કરીને ભારે ખુશ છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે વરૂણ ધવન ફિલ્મમાં સલમાન ખાનની જુડવા ફિલ્મના લોકપ્રિય ગીત ટન ટના ટન ટન ટનન તારાને ઉમેરવામાં સફળ રહ્યો છે. વરૂણ ધવન સલમાન ખાનના ગીત પણ પરફોર્મ પણ કરનાર છે. અત્રે નોંધનીય છે કે ઓગષ્ટ મહિનામાં યુએસના ટુર દરમિયાન વરૂણ ધવને પરફોર્મ કરીને તમામને ચોંકાવી દીધા હતા. હવે એવુ જાણવા મળ્યુ છે કે ફિલ્મમાં પણ તે આ ગીત ઉમેરી દેવા વરૂણે જ કહ્યુ હતુ. વર્ષ ૧૯૯૭માં સલમાન ખાન અને કરિશ્મા કપુર અભિનિત ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. ફિલ્મમાં તમામ ગીતો હિટ રહ્યા હતા. વરૂણ ધવન સલમાનના મોટા ચાહક તરીકે રહ્યો છે. વરૂણે તાજેતરમાં સારી સફળતા મેળવી લીધી છે. વરૂણે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર મારફતે બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ સાથે જ આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલહોત્રાએ પણ બોલિવુડની કેરિયર શરૂ કરી હતી. હાલમાં ત્રણેય સારી સફળતા મેળવી રહ્યા છે. વરૂણ ધવન થોડાક સમય પહેલા રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલેમાં પણ નજરે પડ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સનુન નજરે પડી હતી. ફિલ્મના ગીતો ભારે લોકપ્રિય થઇ ગયા હતા. ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન અને કાજોલની જાદુઇ જોડી પણ જોવા મળી હતી. વરૂણ ધવનને પસંદ કરનાર પણ એક વર્ગ છે. પિતા ડેવિડ ધવનની ફિલ્મ મે તેરા હિરો ફિલ્મ પણ હિટ સાબિત થઇ હતી.

Related posts

એશ મરાઠી ફિલ્મમાં ભાગ્ય અજમાવશે

aapnugujarat

રશ્મિકાએ બીજી બોલિવૂડ ફિલ્મ સાઈન કરી

editor

વાણી તેમજ રણબીર કપુરની હોટ જોડી ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1