Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જસ્ટિન ટ્રૂડોએ હિન્દુઓના સ્વસ્તિક પ્રતીકને નફરત ફેલાવનાર ગણાવ્યું

ભારત-કેનેડા વિવાદ વચ્ચે ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો તેમની ભારત વિરોધી ગતિવિધિઓથી દૂર નથી થઈ રહ્યા. તાજેતરના વિવાદમાં તેમણે હિન્દુઓના સ્વસ્તિક પ્રતીકને નફરત ફેલાવનાર ગણાવ્યું છે. ટ્રૂડોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, તેઓ સંસદની નજીક નફરતના પ્રતીકો પ્રદર્શિત કરવાની મંજૂરી આપી શકતા નથી. આ તરફ હવે સવાલ થઈ રહ્યો છે કે, શું કેનેડાના પીએમ ટ્રૂડોને હિટલરશાહીના પ્રતિક અને હિન્દુ ધર્મના સાથિયા વચ્ચે ભેદ નથી દેખાતો?
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ આજે સવારે ટ્‌વીટ કર્યું કે, જ્યારે આપણે દ્વેષપૂર્ણ ભાષા અને છબીઓ જોઈએ છીએ અથવા સાંભળીએ છીએ, ત્યારે આપણે તેની નિંદા કરવી જોઈએ. સંસદ હિલ પર કોઈ વ્યક્તિ દ્વારા સ્વસ્તિકનું પ્રદર્શન અસ્વીકાર્ય છે. કેનેડિયનોને શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અધિકાર છે – પરંતુ અમે યહૂદી વિરોધી ભાવના, ઇસ્લામોફોબિયા અથવા કોઈપણ પ્રકારની તિરસ્કારને સહન કરી શકતા નથી.
સોશિયલ મીડિયા પર લોકો આ ટ્‌વીટ માટે ટ્રૂડોની ટીકા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, સ્વસ્તિક પ્રતીક શુદ્ધતાનું પ્રતીક છે, જ્યારે નાઝીઓનું હેકેનક્રુઝ નફરતનું પ્રતીક છે.થોડા દિવસો પહેલા જસ્ટિન ટ્રૂડોએ એક નાઝી યુદ્ધ ગુનેગારને સંસદમાં બોલાવીને સન્માનિત કર્યા હતા. આ પછી ચારે બાજુથી ટીકા થઈ હતી જેમાં કેનેડાના સ્પીકરે રાજીનામું આપવું પડ્યું હતું.
નોંધનિય છે કે, જસ્ટિન ટ્રૂડોએ કેનેડાની સંસદમાં શીખ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારત પર પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ છે. ટ્રૂડો ભારત વિરુદ્ધ કામ કરી રહેલા ખાલિસ્તાન તરફી આતંકવાદીઓ તરફ ઝુકાવ ધરાવે છે. કેનેડાના પીએમ લાંબા સમયથી હિન્દુ પ્રતીક સ્વસ્તિક પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યા છે. જોકે તે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લઈ શક્યા નથી. કેનેડાની સંસદમાં આ અંગેનું બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે.

Related posts

અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૮ ટકાનો ઘટાડો !

aapnugujarat

3 Sri Lankan national arrest by CSG for illegally entering into India

aapnugujarat

દબાણ રંગ લાવ્યુંઃ આતંકી હાફિઝ ફરી જેલમાં ધકેલાયો

aapnugujarat
UA-96247877-1