Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

દબાણ રંગ લાવ્યુંઃ આતંકી હાફિઝ ફરી જેલમાં ધકેલાયો

અમેરિકા અને ભારત સહિત દુનિયાના જુદા જુદા દેશો દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવ્યા બાદ અને તીવ્ર દબાણ વધારી દેવામાં આવ્યા બાદ હવે પાકિસ્તાનને ફરી ઝંુકવાની ફરજ પડી છે. પાકિસ્તાને દબાણ સમક્ષ ઝુંકીને ફરી એકવાર ખતરનાક ત્રાસવાદી અને મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદને જેલ ભેગો કરવાની ફરજ પડી છે. હાફિઝને ફરી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જો કે તેને આ વખતે ક્યા કેસમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે તે સંબંધમાં માહિતી મળી શકી નથી તેને છોડી મુકવામાં આવ્યાના સપ્તાહ બાદ જ તેને પકડી લેવામાં આવ્યો છે. હાઇકોર્ટે તેને હાલમાં જ છોડી મુકવાનો આદેશ કર્યો હતો. તેને છોડી મુકવામાં આવ્યાના એક દિવસ બાદ જ ડોનાલ્ડ ટ્‌મ્પ વહીવટીતંત્રે આ ઘટનાક્રમને લઇને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે સાથે ચિંતા વ્યક્ત કરી હતી. તેના ગુના બદલ તેની ફરી ધરપકડ કરવા માટે તંત્ર દ્વારા અપીલ પણકરવામાં આવી હતી. માત્ર ટ્‌મ્પ વહીવટી તંત્ર દ્વારા જ નહી બલ્કે ભારત સહિતના કેટલાક દેશો તેમજ અનેક થિન્ક ટેન્ક તેમજ પોલીસી નિષ્ણાંતો દ્વારા પણ પાકિસ્તાન પર દબાણ વધારી દેવામાં આવ્યુ હતુ.પાકિસ્તાન પર જોરદાર દબાણ વધારી દેવામાં આવ્યા બાદ પાકિસ્તાનને ઝુંકવાની ફરજ પડી છે. લશ્કરે તોયબાના લીડર હાફિઝ સઇદને પાકિસ્તાનમાં નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તોયબાને વૈશ્વિક ત્રાસવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ તેના પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં અમેરિકી નાગરિકો સહિત ત્રાસવાદી હુમલામાં નિર્દોષ નાગરિકોના મોત બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અમેરિકાએ હાલમાં નિવેદન જારી કરીને કહ્યુ હતુ કે પાકિસ્તાન સરકારે તેની ફરી ધરપકડ કરવામાં આવે તેવા પ્રયાસ કરવા જોઇએ. વિદેશી બાબતો અંગેના યુએસ થિન્ક ટેંક કાઉન્સિલના પ્રમુખ રિચર્ડ હાસે કહ્યુ હતુ કે પાકિસ્તાન દ્વારા જ્યારે કોઇ પગલા લેવામાં આવી રહ્યા નથી ત્યારે તેને શા માટે બિન નાટો સાથી તરીકે ગણવામાં આવે છે. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાને અનેક કુખ્યાત ત્રાસવાદીઓને શરણ આપી છે. તાલિબાન અને અન્ય ત્રાસવાદીઓને પણ પુરતી સુરક્ષા પાકિસ્તાન દ્વારા આપવામાં આવી છે. હાફિઝ પર તો જંગી ઇનામમ પણ જાહેર કરવામાં આવી ચુક્યુ છે. હાસની ટિપ્પણી પહેલા ટોપ અમેરિકન ત્રાસવાદ વિરોધી નિષ્ણાંતે કહ્યુ છે કે પાકિસ્તાનને અમેરિકાના નજીકના સાથી તરીકે ગણવાની ભુલ કરવી જોઇએ નહી. તેમણે કહ્યુ હતુ કે મુંબઇ હુમલાના નવ વર્ષ બાદ પણ તેનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ હાલમાં ફરાર છે. મોટા નોન નાટો સભ્ય દેશ તરીકે પાકિસ્તાનના દરજ્જાની વિચારણા કરવાનો સમય આવી ગયો છે. લાહોર હાઇકોર્ટ દ્વારા સઇદની મુક્તિ બાદ તેના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ભારત સહિતના દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. અમેરિકાએ જોરદાર દબાણ લાવીને પાકિસ્તાન પર તેની ફરી ધરપકડ કરવાની ફરજ પાડી છે. એક અગ્રણી ચેનલના કહેવા મુજબ તેને ભલે ફરી કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યો છે પરંતુ આ વખતે તેની સામે કેસ નબળો બનાવવામાં આવ્યો છે.જે કઠોર કલમને લાગુ કરવાની જરૂર હતી તે કલમ તેની સામે ઉમેરવામાં આવી નથી. આવી સ્થિતીમાં હાફિઝને ફરી કોર્ટમાંથી રાહત મળી શકે છે. જાણકાર લોકો એમ પણ કહે છે કે પાકિસ્તાને વિશ્વભરમાં પોતાની ઇજ્જત બચાવી લેવા માટે તેની ફરી ધરપકડ કરી છે. અત્રે નોંધનીય છે કે આશરે ૩૦૦ દિવસ સુધી પોતાના ઘરમાં જ નજરકેદમાં રહ્યા બાદ મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફીઝ સઇદ મુક્ત થયા બાદ તેનું હિરોની સ્વાગત કરવામાં આવ્યું હતું. મુક્તિ થયા બાદ હાફીઝ સઇદે ધારણા પ્રમાણે જ ફરી એકવાર ભારત સામે ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા હતા. હાફીઝ સઇદે જમાત ઉદ દાવાની ઓફિસ ઉપર એક રેલી યોજી હતી જેમાં સઇદે કહ્યું હતું કે તે ભારતની સામે જેહાદને ચાલું રાખશે. ૨૩મી નવેમ્બરની રાત્રે તેને મુક્ત કરવામાં આવ્યો હતો. તેને લાહોર સ્થિત પોતાના ઘરમાંથી નજર કેદમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ૩૧મી જાન્યુઆરીના દિવસે સઇદ અને તેના ચાર સાગરિતો અબ્દુલ્લા ઉબેદ, મલિક ઝફર, અબ્દુલ રહેમાન અને કાઝી હુસૈનને પંજાબ સરકાર દ્વારા અટકાયતમાં લઇ લેવામાં આવ્યા હતા અને એન્ટ ટેરેરિઝમ એક્ટ હેઠળ ૯૦ દિવસ માટે અટકાયત કરી હતી. મુંબઈ હુમલાની વરસીના થોડાક દિવસ પહેલા જ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ન્યાયિક સમીક્ષા બોર્ડે તેની મુક્તિના આદેશ જારી કરી દીધા હતા. હાફીઝ સઇદને જાન્યુઆરીથી લઇને હજુ સુધી તેના ઘરમાં જ નજરકેદમાં રાખવામાં આવ્યો હતો.

Related posts

ડોનાલ્ડ ટ્ર્‌મ્પની પુત્રી ઇવાન્કા ભારત આવવા માટે સુસજ્જ

aapnugujarat

खाड़ी में तनाव के बीच सऊदी अरब हज यात्रा के लिए तैयार

aapnugujarat

પાકિસ્તાનમાં ભગતસિંહને સર્વોચ્ચ વીરતા પદક આપવાની માંગ ઉઠી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1