Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિલ્હીમાં ડેન્ગ્યુના ત્રણ હજારથી વધુ કેસ

દેશની રાજધાનીમાં ડેન્ગ્યુનો કહેર યથાવત રહેતા છેલ્લા છ મહિનામાં ડેન્ગ્યુના ૩ હજારથી પણ વધુ કેસ મળી આવ્યા છે. આ કેસોમાં એેક દર્દીનું મોત પણ થયું છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) દ્વારા ગૃહમાં જાહેર કરવામાં આવેલા આંકડાથી આ માહિતી સામે આવી છે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) અનુસાર સપ્ટેમ્બરમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસોની સંખ્યા ચાર વર્ષમાં સૌથી વધુ છે. જો કે એમસીડીએ મંથલી ડેટા જાહેર કર્યા ન હતા. એમસીડીએ પાંચમી ઓગસ્ટે પહેલીવાર ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મલેરિયાના સત્તાવાર આંકડા જાહેર કર્યા હતા, જે મુજબ ઓગસ્ટ મહિના સુધી ડેન્ગ્યુના ૩૪૮ કેસ નોંધાયા હતા જ્યારે જુલાઈમાં ૧૨૧, જૂનમાં ૪૦ અને મે મહિનામાં ૨૩ કેસ નોંધાયા હતા. આ આંકડા અનુસાર ૨૦૨૩-૨૪માં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના ૩૦૩૧ કેસો મળી આવ્યા છે.
ડેન્ગ્યુ તાવમાં પ્લેટલેટ કાઉન્ટની સંખ્યામાં ઘટાડો એ મુખ્ય લક્ષણ છે પરંતુ ડેન-૨ વેરિઅન્ટમાં દર્દીઓ શોક સિન્ડ્રોમથી વધુ પીડાય છે અને બ્લડ પ્રેશરમાં ઘટાડો, નબળાઈ અને ચક્કર આવે છે. આ સ્થિતિમાં ડેન્ગ્યુ તાવ ઓછો તથા બાદ પણ દર્દીએ ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી સ્વાસ્થ્યની તપાસ કરાવવી જરુરી છે.
ડેન્ગ્યુનું સંક્રમણ ડેન-૧, ડેન-૨, ડેન-૩ અને ડેન-૪ વાયરસ દ્વારા ફેલાય છે. આ ચાર વાયરસ સેરોટાઈપ કહેવામાં આવે છે કારણકે આ ચારોમાં અલગ-અલગ રીતે એન્ટિબોડીને અસર કરે છે જેમાં તમે જુદા-જુદા સ્ટ્રેન્સ સાથે ચારવાર પણ ડેન્ગ્યુથી સંક્રમિત થઈ શકો છે. ચોમાસાની રુતુ બાદ ડેન્ગ્યુના કેસોમાંવધારો જોવા મળે છે જે શિયાળાની શરુઆત સુધી ચાલે છે.

Related posts

ઉત્તરપ્રદેશના હમીરપુરમાં ટ્રેન નીચે ૩૬ ગાયો કપાઇ ગઇ

aapnugujarat

એકલા હાથે ચૂંટણી લડવાના પ્રશ્ને શિવસેના મક્કમ : રાઉત

aapnugujarat

૩૬૯૫ કરોડનું કાંડ : રોટોમેક વિરૂદ્ધ ઇડીએ કેસ દાખલ કર્યો

aapnugujarat
UA-96247877-1