Aapnu Gujarat
શિક્ષણ

જામનગરમાં રમત-ગમત ક્ષેત્રે સરકારી શાળાઓની દયનીય હાલત

જામનગર મહાનગર પાલિકાની સરકારી શાળાઓમાં પૂરતા મેદાન નથી. તેમજ ૪૪ શાળામાં માત્ર ૩ વ્યાયામના શિક્ષકો ફરજ બજાવે છે. રમત-ગમત ક્ષેત્રે સરકારી શાળાઓ દયનીય હાલતમાં જોવા મળે છે. કેટલીક શાળામાં ના તો રમત-ગમતના મૈદાન છે કે ના તો વ્યાયામના શિક્ષકો છે.
જામનગર શહેરમાં મહાનગર પાલિકાની ૪૪ સરકારી શાળાઓ આવેલી છે. જેમાં ૧૩,૧૨૨ વિધાર્થી અભ્યાસ કરે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ ૪૪ શાળા પૈકી માત્ર ૨ શાળામાં પૂરતું મેદાન છે. શાળા નંબર ૧ લાલવાડી અને શાળા નંબર ૩૧ દિગ્જામ સર્કલ પાસે આવેલી છે. આ સિવાય ૧૪ શાળામાં કહેવા પૂરતા મેદાન છે. શાળામાં નાના મેદાન હોય તેવી ૧૪ શાળાઓ આવેલી છે.
સરકારી શાળામાં અભ્યાસ માટે કુલ ૪૨૯ શિક્ષકોની મહેકમ છે. જે ૧૦૦ ટકા ભરાયેલી છે. પરંતુ વાત જયારે રમત-ગમતની હોય ત્યારે વ્યાયામ શિક્ષકોની ૪૪માંથી ૩ જ સંખ્યા છે. તો મેદાન પણ માત્ર ૨ જ છે. તો અન્ય ૨૮ શાળાઓ એવી છે જ્યાં નાના મેદાન પણ નથી.
શહેરની સરકારી શાળાઓમાં વ્યાયામ અંગે ઉદાસીનતા જોવા મળે છે. જો સરકારી શાળામાં વ્યાયામ માટેના નિયમોનું પાલન થતું ન હોય, તો ખાનગી શાળાઓની હાલત વિષે પૂછવું જ શું! ગરીબ પરીવારના બાળકો સરકારી શાળામાં શિક્ષણ માટે આવતા હોય ત્યારે તેવા બાળકોને રમત-ગમત માટે પ્રોત્સાહીત કરવા પૂરતા મેદાન અને શિક્ષકો આપવા જોઈએ.
સરકારી શાળાના મેદાનોમાં આંગણવાડીઓ, સરકારી આરોગ્ય કેન્દ્ર કે અન્ય ઈમારતો બનાવીને સરકારી શાળાના રમત-ગમતના મેદાન છીનવી લેવામાં આવ્યા છે. જેનાથી બાળકો રમત પ્રત્યેની રૂચિ વધવાને બદલે ઓછી થાય છે. ૪૪ સરકારી શાળાના ૧૩,૧૨૨ વિધાર્થીઓને પુસ્તકનું જ્ઞાન વર્ગખંડમાં મળી રહે છે. પરંતુ ખુલ્લા મેદાનમાં રમવાની તક મળી શકતી નથી.
શાળામાં પુસ્તકીય જ્ઞાનની સાથે બાળકોને શારીરિક કસરત પણ કરાવી જરૂરી છે. રમત-ગમત ક્ષેત્રે બાળકોને પ્રોત્સાહીત કરવા જોઈએ. પરંતુ સરકારી શાળાઓમાં આ શકય બનતુ નથી. કારણ છે પૂરતા મેદાન અને પૂરતા વ્યાયામ શિક્ષકો નથી. તેથી બાળકોની રમત-ગમત જેવી પ્રવૃતિ નિયમિત થતી નથી.

Related posts

જુલાઈ મહિનાથી ૩ લાખ વિદ્યાર્થી એપ્રેન્ટિસશીપમાં

aapnugujarat

ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા ૭ માર્ચથી શરૂ થશે

aapnugujarat

અમદાવાદની સરકારી સ્કૂલે વિદ્યાર્થીઓને બોલાવી બંધ બારણે પરીક્ષા યોજી

editor
UA-96247877-1