Aapnu Gujarat
રાષ્ટ્રીય

હિમાચલમાં ૨૪ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

દેશના મોટાભાગના વિસ્તારોમાં ભલે ચોમાસું સુસ્ત પડ્યું હોય પરંતુ અનેક રાજ્યો એવા પણ છે જ્યાં ખુબ વરસાદ વરસી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) એ મધ્ય પ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ભોપાલમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વચ્ચે મધ્ય પ્રદેશના પ્રાદેશિક હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. આઈએમડીએ કહ્યું છે કે ઓછા દબાણવાળા ક્ષેત્ર સાથે મળીને આગામી ૨-૩ દિવસ સુધી મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનાં ભારે વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા છે. એમપીમાં ઉત્તર પૂર્વ પર ઓછા દબાણનું ક્ષેત્ર બનેલું છે. કોટાથી થઈને ચોમાસાની પેટર્ન દબાણ ક્ષેત્ર સુધી આવી રહી છે જેનાથી મધ્ય પ્રદેશમાં ખુબ વાદળ બની રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ચોમાસુ નબળું પડવા છતાં હિમાચલ પ્રદેશમાં ૨૨થી ૨૪ ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે આજે ઓછા વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં રવિવારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ચંબા અને મંડી જિલ્લાઓમાં અચાનક પૂર આવવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ ત્યાં ૨૬ ઓગસ્ટ સુધી વરસાદનો દોર ચાલુ રહેવાનું પૂર્વાનુમાન કરાયું છે. હવામાન વિભાગે કહ્યું કે ભારે વરસાદના કારણે ભૂસ્ખળનની ઘટનાઓ ઘટી શકે છે. અચાનક આવેલા પૂરથી નદીઓ અને વરસાદી નાળાનું જળસ્તર વધી શકે છે. જેનાથી ઊભા પાક, ફળવાળા વૃક્ષોને નુકસાન પહોંચી શકે છે.
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ આગામી ૨૪ કલાકમાં હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, કેરળ, લક્ષદ્વિપ, આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ, આંતરિક કર્ણાટક અને ઉત્તર પંજાબ, ઉત્તરી હરિયાણા તમિલનાડુમાં એક કે બે સ્થળો પર વરસાદની શક્યતા છે. આ સાથે વિદર્ભ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, અને પૂર્વ રાજસ્થાનમાં હળવાથી ભારે વરસાદની સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.
એજન્સીના જણાવ્યાં મુજબ સિક્કિમ, અસમ, અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સાથે એક કે બે સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર ભારત, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢના કેટલાક ભાગો, ઓડિશા, મરાઠાવાડા, તેલંગણા, કોંકણ અને ગોવા, તટીય કર્ણાટક, પૂર્વ ગુજરાત અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ ગયું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી ૨૪ કલાક રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ નોંધાશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધુ વરસાદ નોંધાશે તેમ અંબાલાલે જણાવ્યું છે.
અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. હવે બંગાળનું ઉપસાગર સક્રિય થયું છે. હવે રાજ્ય તરફ એક બાદ એક વરસાદી સિસ્ટમ આવશે. હાલ એક વરસાદી ટ્રફ સક્રિય છે જેની અસર ૨૨ ઓગસ્ટ સુધી રહેશે. ૨૫ થી ૨૬ ઓગસ્ટ સુધીમાં એક વરસાદી સિસ્ટમ બનશે. આ વરસાદી સિસ્ટમ ભારે હશે. બંગાળની ખાડીમાં વિવિધ વરસાદી સિસ્ટમ આકાર પામશે.
એક વોલ માર્ક લો પ્રેશર અને ટ્રીપીકલ સ્ટ્રોમ બનશે. આ વરસાદી સિસ્ત્મથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે. દાહોદ, ગોધરા, પંચમહાલ, સાપુતારામાં અતિભારે વરસાદ પડી શકે છે. આ વરસાદી સિસ્ટમની અસર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી રહેશે.
આકાશમાં વાદળો બંધાયા છે. જેને કારણે આગામી ૬ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આજથી રાજ્યમાં વરસાદ વરસાદનું જોર વધશે. લો પ્રેશર સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી ગુજરાત માટે ફરી એકવાર ખુશીના સમાચાર લઈને આવી છે. ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પશ્ચિમ પ્રશાંત મહાસાગર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા દેખાઈ રહી છે. જેના કારણે બંગળાના ઉપસાગરમાં ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં મજબૂત વરસાદી સિસ્ટમ લાવવાની શક્યતા છે. આ કારણે મધ્યપ્રદેશના ભાગો સુધી વરસાદ લાવી શકવાની શક્યતા છે. જેની અસર ગુજરાત ઉપર પણ થશે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની છે,એના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. આજે અને આવતીકાલે રાજ્યભરમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. રાજ્યના અમુક જિલ્લાના ભાગોમાં ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે.મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
બીજી બાજુ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી ૭ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આજથી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસટર્બન્સ સર્જાતા વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં આજે અમદાવાદ, ખેડા, અરવલ્લી, પંચમહાલ, આણંદ અને મહીસાગરમાં આગાહી છે. તો સૌરાષ્ટ્રનાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં પણ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચમાં આગાહી છે.
ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મેહસાણા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટા ઉદપુર, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ માં ભારે વરસાદની આગાહી છે.

Related posts

जनसंख्या नियंत्रण कानून जरूरी : गिरिराज सिंह

aapnugujarat

अगले साल से केवल बीएस-6 वाहन ही उपलब्ध होंगे : जावड़ेकर

aapnugujarat

સરહદી ક્ષેત્રમાં મુસ્લિમો રાજસ્થાની ઓળખના બદલે અરબની પરંપરાને મહત્વ આપી રહ્યા છે

aapnugujarat
UA-96247877-1