Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાહુલ ગાંધી સપ્ટેમ્બરમાં યુરોપિયન દેશોના પ્રવાસે જશે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીને તેમનું સાંસદ સદસ્યતા તેમજ ૧૨ તુગલક રોડ ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન પરત મળી ગયું છે. હાલ કોંગ્રેસના નેતા રાહુલનો ઉત્સાહ જોશમાં પરીવર્તન જોવા મળી રહ્યો છે.
આ સાથે રાહુલની સક્રિયતા પણ વધવાની આશા છે. આ અંતર્ગત રાહુલના આગામી વિદેશ પ્રવાસની માહિતી સામે આવી છે. રાહુલ આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં યુરોપિયન દેશોની મુલાકાત લેશે. રાહુલ ગાંધી સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં યુરોપિયન દેશોની મુલાકાત કરશે.
કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી ફરી એકવાર આગામી સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં યુરોપના પ્રવાસે જશે.
આ પહેલા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા હતા, ત્યારે સંસદમાંથી તેમની સદસ્યતા રદ કરવામાં આવી હતી, ત્યારે હવે આગામી પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી યુરોપના દેશો, બેલ્જિયમના બ્રસેલ્સ, નોર્વેના ઓસ્લો અને ફ્રાન્સમાં પેરિસ જશે. તે યુરોપિયન સંસદની પણ મુલાકાત લેશે અને ઈયુસાંસદો સાથે વાતચીત કરશે. આ સાથે દ્ગઇૈં સાથે પણ મુલાકાત કરશે અને ત્યાંની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરશે.
રાહુલ ગાંધીનો વર્ષ ૨૦૨૩માં આ ત્રીજો વિદેશ પ્રવાસ હશે. રાહુલનો આ વિદેશ પ્રવાસ પણ તેમની ચૂંટણી રણનીતિનો એક ભાગ હશે. આ પહેલા રાહુલ ગાંધી મેના છેલ્લા સપ્તાહમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા.
અમેરિકાના પ્રવાસમાં રાહુલ ગાંધી ત્રણ શહેરો સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્ક ગયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ ઉદ્યોગસાહસિકો, અમેરિકન સાંસદો સાથે ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. આ પ્રવાસમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

Related posts

આરજેડીના પૂર્વ સાંસદ પ્રભુનાથસિંહને જન્મટીપની સજા

aapnugujarat

2.8 magnitude Earthquake hits Delhi

editor

ઝપાઝપી બાદ સુનંદાની હત્યા થઈ : અહેવાલ

aapnugujarat
UA-96247877-1