Aapnu Gujarat
રાષ્ટ્રીય

Kedarnathમાં ભૂસ્ખલન થતા એક જ પરિવારના ત્રણ બાળકો દટાયા, બેનાં મોત

ઉત્તર ભારતમાં હાલ ચાર ધામ યાત્રા અને અમરનાથ યાત્રા ચાલી રહી છે. ગુજરાતીઓ સહિત અનેક શ્રદ્ધાળુઓ ચારધામ અને અમરનાથ યાત્રા માટે પહોંચ્યા છે. ત્યારે કેદારનાથમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કેદારનાથ યાત્રાના માર્ગ પર આધાર શિબિર ગૌરીકુંડમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન બુધવારે એક ભૂસ્ખલન થયું હતું. જેની લપેટમાં આવી જવાથી એક જ પરિવારના ત્રણ બાળકો દટાયા હતા. જેમાંથી બે બાળકોનાં કરુણ મોત નીપજ્યા હતા. મહત્વનું છે કે, ગૌરીકુંડમાં ભૂસ્ખલનની પાંચ દિવસમાં બીજી ઘટના છે. ત્યારે બાળકોનાં મોત બાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

રુદ્રપ્રયાગના ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર મેનેજર નંદન સિંહ રજવારે જણાવ્યું કે, ગૌરીકુંડમાં હેલીપેડની પાસે આવેલી ઝોંપડી ઉપરના પહાડમાં ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલન થતાં તેના કાટમાળ નીચે એક જ પરિવારના ચાર સભ્યો દટાઈ ગયા હતા. એ પછી જાનકી નામની મહિલાને બચાવી લેવામાં આવી હતી. જ્યારે ત્રણ બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જે બાદ બે બાળકોનાં કરુણ મોત નીપજ્યા હતા.

બનાવની જાણ થતાં જ રાહત અને બચાવ દળના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાદમાં તેઓ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. બાળકોને કાટમાળ નીચેથી કાઢીને તેમને ગૌરીકુંડ સ્થિત એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં ફરજ પરના તબીબોએ બે બાળકોને મૃત જાહેર કર્યા હતા. તો આ દુર્ઘટનામાં 8 વર્ષીય સ્વીટી નામની બાળકીનો બચાવ થયો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. જ્યારે તેની નાની બહેન પાંચ વર્ષીય પિંકી અને અન્ય એક બાળકનું મોત થયું હતું.
ઝોંપડીમાં રહેતો પરિવાર નેપળી હતો. બાળકોના પિતા સત્યરાજ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે તે નેપાળ ગયો હતો. ગૌરીકુંડ ગામમાં સ્થિત થોડી દૂર પણ પાંચ દિવસ પહેલાં ભૂસ્ખલન થયું હતું. જેમાં ત્રણ વ્યક્તિઓનાં મોત થયા હતા. જ્યારે અન્ય 20 લોકો ઘાયલ થયા હતા. મહત્વનું છે કે, વરસાદની સિઝન હોવાથી પહાડી વિસ્તારમાં અવારનવાર ભૂકંપ કે ભૂસ્ખલન આવતા હોય છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે અને કેટલાંક લોકોએ જીવ ગુમાવ્યા છે.

Related posts

लाल किले पर हिंसा के मामले में मनिंदर सिंह गिरफ्तार

editor

૨૦૧૪ની ચૂંટણીનાં પાંચમાં તબક્કામાં ભાજપે ૫૧ બેઠક પૈકીની ૩૯ જીતી હતી

aapnugujarat

PM Modi will be offering prayers at Guruvayur Temple in Kerala on June 8

aapnugujarat
UA-96247877-1