Aapnu Gujarat
ગુજરાત

પાટડીના વડગામમાં ૧૯ વર્ષીય યુવકની હથિયારના ઘા ઝીંકી હત્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રાઈમ રેટમાં વધારો થયો છે. જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી કાયદો અને વ્યવસ્થાથી પરિસ્થિતિ કથળી હોવાનું બહાર આવ્યું છે. સમઢીયાળા ગામે બે સગાભાઈની હત્યા બાદ જિલ્લામાંથી વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. પાટડીના વડગામમાં ૧૯ વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ કરપીણ હત્યા કરવામાં આવી છે. હાલ દસાડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલા વડગામમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા લક્ષ્મણભાઈ ઠાકોરના ૧૯ વર્ષના પુત્ર રાહુલ પર ગાડીમાં આવેલા શખ્સોએ તલવાર અને ધારીયાથી હુમલો કર્યો હતો. જે રાહુલ પર હુમલો કર્યા બાદ આ શખ્સો ગાડીમાં ફરાર થઈ ગયા હતા. જે બાદ રાહુલને સારવાર અર્થે દસાડાની હોસ્પિટલમાં ખસેડાયો હતા જ્યાંથી વધુ સારવાર માટે વિરમગામ લઈ જવામાં આવ્યો હતોે જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહર કર્યો હતો. આ અંગેની જાણ થતાંની સાથે જ દસાડા પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. હાલ પોલીસ દ્વારા હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Related posts

પંચમહાલ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન છેતરપિંડી કરી નાણાં પડાવતા શખ્સને ઝડપ્યો

editor

બિનઅનામત આયોગની નીતિ કેબિનેટમાં નક્કી થવાના સંકેત

aapnugujarat

નર્મદાનું પાણી પીવાલાયક : બાવળિયા

aapnugujarat
UA-96247877-1