Aapnu Gujarat
ગુજરાત

કોંગી ધારાસભ્યોની બસનો વસુબહેન ત્રિવેદીની કાર સાથે અકસ્માત, કોઈને ઈજા નહીં

વસુબહેન ત્રિવેદીની કારનો આણંદથી રાજ્યસભાની ચૂંટણી માટે ગાંધીનગર મતદાન કરવા પહોંચેલાં કોંગ્રેસનાં ધારાસભ્યોની બસ સાથે અકસ્માત થયો હતો. પાર્કિંગ કરતી વખતે કોંગ્રેસના ધારાસભ્યોને લઈને પહોંચેલી બસ રિવર્સ થતી હતી ત્યારે તેને બ્રેક ન લાગતા વસુબહેનની કારને ટકરાઈ હતી. અકસ્માત બાદ મોટો ઝઘડો થયો હતો. સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. રાજકોટના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો.વસુબહેનની કાર સાથે બસના અકસ્માત કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ મામલો ગરમાતા વચ્ચે સમાધાન માટે પડ્યા હતા.
તેમણે હસતાં મુખે કહ્યું હતું કે, ’હવે આનું શું કરવું છે. એક્સિડન્ટ એક્સિડન્ટ હોય બેન, હવે આમાં શું કરવું છે એ બોલો.’ જેમતેમ કરીને આખરે મામલો શાંત થયો હતો. ત્યારબાદ ધારાસભ્યો સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે મતદાન કરવા ગયા હતા.આણંદથી ગાંધીનગર પહોંચેલા ધારાસભ્યોની બસને વસુબેનની કાર સાથે અકસ્માત થતાં રકઝક થઈ હતી. અકસ્માતને પગલે વસુબહેન લાલચોળ થઈ ગયા હતા અને મામલો ગરમાઈ ગયો હતો. બસનો ચાલક પણ તેની સાથે ઊભા રહેવા માટે ધારાસભ્યોને કહી રહ્યો હતો. તેણે કહ્યું કે તમે કહો છે એમ કરીએ છીએ અને તમારામાંથી મારા માટે કોઈ કેમ બોલવા તૈયાર નથી.

Related posts

ડીસાના ખેટવા ગામે પંચમુખી ભોલેનાથનો હવન યજ્ઞ યોજાયો

aapnugujarat

ઈદ-એ-મિલાદ સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ

editor

राज्य में हजारों वाहन अभी भी ट्रांसफर हुए बिना चलते हैं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1