Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચીફ જસ્ટિસ તરીકે દિપકકુમાર મિશ્રાની પસંદગી, ૨૭મી ઓગષ્ટે શપથ લેશે

ચીફ જસ્ટિસ તરીકે સુપ્રીમ કોર્ટના જજ દિપકકુમાર મિશ્રાની નિયુક્તી કરવામાં આવી છે. હાલના ચીફ જસ્ટિસ જે.એસ.ખેહરનો કાર્યકાળ ૨૭ ઓગષ્ટે પૂર્ણ થઈ રહ્યો છે. દિપક મિશ્રાનો પટના સાથે ખાસ સંબંધ રહેલો છે. જસ્ટિસ મિશ્રા સુપ્રીમ કોર્ટના જજ બન્યાં પહેલાં પટના હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ હતા. ઓરિસ્સાના રહેવાસી જસ્ટિસ મિશ્રાનો જન્મ ૩ ઓક્ટોબર, ૧૯૫૩નાં રોજ થયો છે.૨૮ ઓગષ્ટે ભારતના ૪૫માં પ્રધાન ન્યાયાધીશનો પદભાર ગ્રહણ કરશે. તેમનો કાર્યકાળ ૨ ઓક્ટોબર, ૨૦૧૮ સુધી રહેશે.જસ્ટિસ દિપક મિશ્રાએ ૧૯૭૭માં ઓરિસ્સા હાઈકોર્ટમાં વકીલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. જે બાદ ૧૯૯૬માં તેઓ ઓરિસ્સા હાઈકોર્ટના જજ બન્યાં હતા.વર્ષ ૨૦૦૯માં જસ્ટિસ દિપક મિશ્રા પટના હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસનો પદભાર સંભાળ્યો હતો.

Related posts

યુવાનોમાં વધતી કટ્ટરતા સૌથી પડકારરૂપ સમસ્યા : રાજનાથસિંહ

aapnugujarat

કૂવામાં કૂદીશ પણ કોંગ્રેસમાં નહીં જોડાઉં : નીતિન ગડકરી

aapnugujarat

યેદિયુરપ્પાએ ભાજપ નેતાઓને ૧૮૦૦ કરોડ રૂપિયા આપ્યા, અમારી પાસે પુરાવા છેઃ કોંગ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1