Aapnu Gujarat
બિઝનેસ

અદાણીને મિનિટોની અંદર 52,000 કરોડનું નુકસાન

અદાણી જૂથને ભારતમાં જુદી જુદી તપાસમાં ક્લીન ચિટ મળી ગઈ છે, પરંતુ અમેરિકન રેગ્યુલેટર હજુ કેટલીક બાબતોની તપાસ કરે છે તેવા અહેવાલ આવ્યા પછી અદાણી જૂથના તમામ 10 લિસ્ટેડ શેરોમાં આજે કડાકો બોલી ગયો હતો. અદાણીની અમુક કંપનીઓના શેર 10 ટકા સુધી ઘટી ગયા હતા જેના કારણે અમુક મિનિટોની અંદર જ અદાણી જૂથની માર્કેટ કેપિટલમાં લગભગ 52,000 કરોડનો ઘટાડો નોંધાયો હતો. જોકે, અદાણી જૂથને આ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે પ્રવક્તાએ આવી કોઈ તપાસ ન હોવાનું જણાવ્યું હતું.

અદાણી જૂથમાં આજે છેલ્લા ચાર મહિનામાં સૌથી મોટું સેલ-ઓફ જોવા મળ્યું હતું. અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર સૌથી વધારે 10 ટકા ઘટ્યો હતો. આ લખાય છે ત્યારે પણ શેર લગભગ 8 ટકા ઘટીને ચાલતો હતો. આ ઉપરાંત અદાણી પાવર અને અદાણી પાવરના શેરમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે.

અદાણી ગ્રૂપે હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી અમેરિકા સ્થિત મોટા રોકાણકારોને જે માહિતી આપી તે જાણવામાં અમેરિકન બજારના રેગ્યુલેટરને રસ છે. આ અંગે અહેવાલ આવ્યો ત્યાર પછી આજે શેર ઘટવા લાગ્યા હતા. અદાણી જૂથ પર ઓફશોર કંપનીઓ દ્વારા શેરના ભાવમાં ચેડા કરવાનો આરોપ છે. આ આરોપ સાચો છે કે નહીં તેની પણ અમેરિકન રેગ્યુલેટર દ્વારા તપાસ કરવામાં આવશે.

જીસીએલ બ્રોકિંગના અહેવાલ પ્રમાણે અદાણી જૂથા શેરમાં તાજેતરમાં જે ઘટાડો થયો તે માત્ર શોર્ટ ટર્મ ટ્રિગર છે. આ તપાસમાં કંઈપણ નક્કર બહાર આવતા સમય લાગશે. અદાણી ગ્રૂપ માટે આજે એક આંચકાજનક શુક્રવાર હતો. અગાઉ 9 ફેબ્રુઆરી 2023ના રોજ પણ આવી જ રીતે અદાણીના શેરોમાં ધબડકો થયો હતો અને જૂથની માર્કેટ કેપિટલ 59,538 કરોડ જેટલી ઘટી ગઈ હતી. તે સમયે સેલ ઓફ માટે હિન્ડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ જવાબદાર હતો.
ગૌતમ અદાણીના વડપણ હેઠળ અદાણી જૂથે યુએસના રોકાણકારો પાસે કોઈ માહિતી માંગવામાં આવી હોવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેમણે એવો દાવો કર્યો હતો કે અદાણી જૂથ દ્વારા જે ડિસ્ક્લોઝર ઈશ્યૂ કરવામાં આવ્યા છે તે પૂર્ણ અને કમ્પલિટ છે.

નવા અહેવાલ પ્રમાણે ન્યૂ યોર્કમાં બ્રૂકલિન સ્થિત યુએસ એટર્નીની ઓફિસે તાજેતરના મહિનાઓમાં મોટા રોકાણકારોને ઇન્કવાયરી મોકલી છે. તેમાં અદાણી જૂથે પોતાના બચાવમાં શું કહ્યું તેની માહિતી માંગવામાં આવી છે. જોકે, આ તપાસના કારણે કોઈ સિવિલ કે ક્રિમિનલ પ્રક્રિયા થાય તે જરૂરી નથી કારણ કે તેમાં ઘણી વખત સમય લાગે છે અને કોઈ એક્શન લેવામાં આવતી નથી.

Related posts

ઇન્ડિગો બાદ જેટ એરવેઝનો પણ બોલી લગાવવા ઇનકાર : એરઇન્ડિયાના ખાનગીકરણની યોજનાને ફટકો

aapnugujarat

આરબીઆઇ દ્વારા મોદી સરકારને ચાર પડકારો અંગે ચેતવણી અપાઇ

aapnugujarat

એસપીઆર ગ્રુપનો ફ્લેગશિપ પ્રોજેક્ટ ‘માર્કેટ ઓફ ઈન્ડિયા’ જી.જી.એમ.એમ. ગુજરાત સરકારનાં સહયોગીઓ સાથે અમદાવાદમાં પ્રસ્તુત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1