Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

આરબીઆઇ દ્વારા મોદી સરકારને ચાર પડકારો અંગે ચેતવણી અપાઇ

મોદી સરકાર નવી નીતિઓ દ્વારા ન્યૂ ઇન્ડિયા હેઠળ આગળ વધવાની તૈયારી કરી રહી છે. પરંતુ હકીકતમાં તેની આગળ કેટલાક પડકાર છે જે તેમને આગળ વધતા રોકી શકે છે. રિઝર્વ બેંક તેના માટે સરકારને ચેતવણી આપી છે.ભારતીય રિઝર્વ બેંકે મોનિટરી પોલિસી દ્વારા મોદી સરકારને રેડ એલર્ટ આપ્યું છે. તેણે મોદી સરકારને ઇકોનોમી સાથે જોડાયેલા ચાર પડકારોને લઇને ચેતવણી આપી છે. આરબીઆઇએ અહીં સુધી કહ્યું છે કે જો તેના પર ધ્યાન નહીં આપવામાં આવે તો પરિસ્થિતી વધુ બગડી શકે છે.આરબીઆઇએ જે સંભાવનાઓ દર્શાવી છે તેમાં જો મોદી સરકાર ધ્યાન નહીં આપે તો પીએમ મોદીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં નુકશાન થઇ શકે છે. જોકે સીધી રીતે આરબીઆઇ આ નથી કહ્યું. પરંતુ આ ચારેય પડકાર એવા છે જેની સીધી અસર સામાન્ય માનવી સાથે જોડાયેલી છે. એવામાં મોદી સરકારે ૨૦૧૯ પહેલા આ ખતરાઓથી બચવું પડશે.રિઝર્વ બેંક પોતાની મોનિટરી પોલિસીમાં સ્પષ્ટ કહ્યું છે કે દેશના આર્થિક પરિસ્થિતિ સુધરી છે. કોર્પોરેટ જગતમાં સારી તેજી છે. પરંતુ કંપનીનું રોકાણ વધ્યું છે એવામાં કંપનીઓ પોતાના રોકાણને વસૂલ કરવા માટે તેનો બોજ ગ્રાહકો પર નાંખી શકે છે. કંજ્યૂમર પર બોજ પડવાથી મોંઘવારી વધવાની સંભાવના છે. બીજી તરફ ક્રુડ ઓઇલની કિંમતો વધવાથી મોંઘવારી વધવાનો ખતરો છે. એવામાં મોદી સરકારે મોંઘવારી પર નજર રાખવી પડશે.મોનિટરી પોલિસીમાં કહેવામાં આવ્યું છે કે ગ્લોબલ ગ્રોથ સારી ગતિએ ચાલી રહી છે. એવામાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડની કિંમત વધી શકે છે. તેની સીધી અસર કમોડિટીની કિંમતો પર પણ પડશે. નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટ ભાષણમાં આશંકા દર્શાવી હતી કે જો ક્રુડની કિંમત વધે છે તો દેશને નુકશાન થશે. હાલ ક્રુડ ઓઇલની કિંમત ૭૦ ડોલર પ્રતિ બેરલન આસપાસ છે. જો તે વધે છે તો ઇકોનોમીને મજબુતી તરફ લઇ જવા મુશ્કેલ થઇ શકે છે.બજેટ ૨૦૧૮માં રાજકોષિય ખાધ વધવાનું અનુમાન દર્શાવાયું છે. ત્યારે આરબીઆઇએ પણ મોનિટરી પોલિસીમાં તેનો ઉલ્લેખ કર્યો છે. રાજકોષિય ખાધ વધવાથી અર્થવ્યવસ્થામાં મજબૂતી આવવાથી મુશ્કેલીઓ સર્જાશે. તમામ ફેક્ટર કમજોર થશે અને સરકાર માટે પણ દેવું મોંઘુ બનશે. સરકાર માટે એ મોટો પડકાર છે કે રાજકોષિય ખાધને કેવી રીતે નિયંત્રિત કરે છે. સાથે જ વૈશ્વિક મંચ પર ભારતીય અર્થવ્યવસ્થાને લઇને નકારાત્મક વલણ બની શકે છે.આરબીઆઇએ મોનિટરી પોલિસીમાં કહ્યું છે કે રાજકોષીય ખાધ વધવાથી વિદેશી રોકાણકારોને આમંત્રણ આપવું ઘાતક બની શકે છે. ભારતમાં ખાધ વધવાથી અને વિકસિત દેશોની નાણાનીતિ સામાન્ય બનાવાથી ભારત માટે વિદેશથી મુડી મેળવવામાં સમસ્યા સર્જાશે. એવામાં વિદેશી રોકાણકારોથી હાથ ધોવાનો વારો આવી શકે છે. રોકાણકારોનો વિશ્વાસ ભારત પરથી ઓછો થઇ શકે છે. તેની સાથે રોકાણ માટે સૌથી આકર્ષક દેશ હોવાનો દાવો પણ પોકળ સાબિત થઇ શકે છે.

Related posts

CBI raids across nation in bank fraud cases

aapnugujarat

દક્ષિણ ભારતનાં હોટલ-રેસ્ટોરાંનો જીએસટી સામે વિરોધ

aapnugujarat

सुप्रीम कोर्ट ने NBCC से मांगे सुझाव, पूछा- आम्रपाली के बिना बिके फ्लैटों को कैसे बेचा जाए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1