Aapnu Gujarat
ગુજરાત

લૂંટેરી દુલ્હન : કપડવંજના યુવક સાથે પરણેલી યુવતી લાખો રૂપિયા લઈને છૂ

કપડવંજ તાલુકાના વડાલી ગામે રહેતો અને ખાનગી બેંકમાં લોન વિભાગમાં કામ કરતો યુવક લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. વડાલી ખાતે રહેતા આ યુવકે BSC BEDનો અભ્યાસ કર્યો છે અને ખાનગી બેંકમાં લોન વિભાગમાં કામ કરે છે. યુવક કુંવારો હોવાથી તેના માતા-પિતા યુવતીની શોધમાં હતા. આ દરમિયાન તેના ગામના એક યુવકના લગ્ન ડાકોરમાં રહેતી એક મહિલાએ કરાવી આપ્યા હતા. જેથી આ યુવક પણ આ ડાકોરમાં રહેતી આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. આ મહિલાએ આ યુવકને એક યુવતી બતાવી હતી અને ત્યારબાદ આ મહિલા આ યુવતીને યુવકના ઘરે લઈ આવી હતી.

બંનેનો સંપર્ક થયો ત્યારે આ યુવતીએ પોતાનું નામ શિવાની અશોકભાઈ પટેલ તથા તેની માતાનું નામ રેણુકા અશોકભાઈ પટેલ તથા પિતાનું નામ અશોક ભાઈ દિલીપભાઈ પટેલ હોવાનું જણાવ્યુ હતુ. બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને યુવતી પોતે અમદાવાદના કઠવાડામાં આવેલા સાત મળિયા કોલોનીમાં રહેતી હોવાનું જણાવ્યુ હતુ. બંનેએ લગ્ન માટે હા પાડી હતી. ત્યારબાદ 29 ડિસેમ્બર 2020ના રોજ બંનેના લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ.

29 ડિસેમ્બરે 2020ના રોજ લગ્ન તો નક્કી થયા હતા પરંતુ યુવતીનાા પિતાએ શરત રાખી હતી કે, લગ્નના અવેજમાં 2 લાખ રૂપિયા આપવા પડશે અને લગ્નવિધિ અમદાવાદની ખાનગી હોટેલમાં યોજાશે. યુવતીના પિતાની શરતો યુવકે મંજૂર રાખી હતી અને લગ્નની તારીખે બે લાખ રૂપિયા યુવકે યુવતીના પિતાને આપ્યા હતા. અમદાવાદની હોટેલમાં હિન્દુવિધિ અનુસાર લગ્ન થયા હતા અને યુવતી તેના સાસરીમાં આવી હતી.
લગ્નના બેથી ત્રણ દિવસ બાદ યુવતીના માતા-પિતા યુવકના ઘરે આવ્યા હતા અને તેને તેડી આવ્યા હતા અને દીકરીને લઈ જતા કહ્યુ હતુ કે, તેઓ 5 જાન્યુઆરીના રોજ તેમની પુત્રવધુને અમદાવાદના ઘરેથી તેડી જજો.

5 જાન્યુઆરીના રોજ જ્યારે યુવક અને તેના પરિવાજનો પુત્રવધુને તેડવા માટે તેના અમદાવાદ ખાતેના ઘરે પહોંચ્યા ત્યારે ઘરને લોક હતુ. જ્યારે આસપાસના લોકોને ઘર અંગે પૂછ્યુ ત્યારે તે લોકોએ જણાવ્યુ હતુ કે, અશોક તો ઘર છોડીને જતો રહ્યો હતો. જો કે, 2 વર્ષ બાદ યુવકે આ લૂંટેરી દુલ્હન સામે કેસ નોંધાવ્યો હતો.
2 વર્ષ બાદ ફરિયાદ નોંધાવવા અંગે યુવકે જણાવ્યુ હતુ કે, હાલમાં જ આ યુવકને જણાવા મળ્યુ હતુ કે, તેની સાથે છેતરપિંડી કરનાર આરોપીઓને અમદાવાદની કણભા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. જેથી યુવકને તેમની સામે પોતાની ફરિયાદ નોંધાવી છે.

Related posts

ધરોઈ ડેમમાં આ વર્ષે પાણી ઓછું, સિંચાઈ માટે કાપ મુકાયો

editor

Lt Governor of Pondicherry Ms. Kiran Bedi pays courtesy visit to CM

aapnugujarat

બાઇકચાલક યુવકનું ડિવાઇડર સાથે અથડાતાં મોત થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1