Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચારધામ યાત્રા 2023 : અત્યાર સુધીમાં 119 યાત્રીઓના મોત, 20 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ થયાને 45 દિવસ થઈ ગયા છે. ત્યારે ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 119 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે. આ મૃત્યુના કારણો ખરાબ હવામાન, મુશ્કેલ ચઢાણ અને અન્ય રોગો હોવાનું કહેવાય છે. ચારધામ યાત્રા 22 મેના રોજ શરૂ થઈ હતી. ત્યારથી આ યાત્રામાં દેશભરમાંથી લગભગ 20 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો છે. તેમાંથી લગભગ 2.1 લાખ મુસાફરોને આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ સહાય પણ પૂરી પાડવામાં આવી છે.

હિમાલયના આ તીર્થસ્થાનોમાં આ વર્ષે મે મહિના સુધી સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે જબરદસ્ત ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો. તીવ્ર ઠંડીથી હાર્ટ એટેક અને શ્વસન સંબંધિત રોગોના કારણે મૃત્યુનું મુખ્ય કારણ છે. માહિતી અનુસાર, સોમવાર સુધીમાં કેદારનાથ યાત્રા દરમિયાન 58 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મૃત્યુ પામેલા મોટાભાગના શ્રદ્ધાળુઓ બંગાળ, મહારાષ્ટ્ર, યુપી, એમપી અને ગુજરાતના છે.

જે મુસાફરો સ્વસ્થ છે તેમને જ મુસાફરી કરવાની મંજૂરી આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને વૃદ્ધ મુસાફરોના મેડિકલ સર્ટિફિકેટની તપાસ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. વિવિધ સ્થળોએ ડોક્ટરો પણ તૈનાત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ માટે હેલ્થ એટીએમ પણ લગાવ્યા છે.
અત્યારે સમગ્ર દેશમાંથી યાત્રાળુઓ ચારધામના દર્શન કરવા માટે ઉત્તરાખંડ જઈ રહ્યા છે. ત્યારે એક રિપોર્ટ મુજબ, ચારધામ જવાના માર્ગમાં આવેલી રેસ્ટોરન્ટ્સ અને ઢાબામાં પીરસવામાં આવી રહેલું ફૂડ આરોગ્ય માટે સારું નથી કારણકે તેમાં મિલાવટ કરવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. હવામાન સાફ થયા બાદ મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ, ચારધામની મુલાકાતે આવતા યાત્રિકોની તબિયત ત્યાં માર્ગો પરના ઢાબા અને રેસ્ટોરન્ટ્સવાળા બગાડી રહ્યા છે. યાત્રા રૂટના જુદા જુદા તબક્કામાં રેસ્ટોરાં, હોટેલ અને ઢાબામાં ભોજનની ગુણવત્તા અંગે ભક્તો વારંવાર ફરિયાદ કરતા રહે છે.

Related posts

લોકોને મફત વેક્સિન અને મેડિકલ પ્રોડક્ટ પરથી જીએસટી હટાવો : મમતા

editor

माता वैष्णो देवी यात्रा 16 अगस्त से शुरू

editor

अंडरवर्ल्‍ड डॉन रवि पुजारी को आज लाया जाएगा भारत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1