Aapnu Gujarat
ગુજરાત

બુટલેગરો બોટ મારફતે દારૂના જથ્થાને રાજ્યમાં ઘુસાડે છે

ગુજરાતમાં અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરી સતત વધી રહી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી કડક અધિકારીઓના કારણે બૂટલેગરો પણ અહીં ફફડી રહ્યા છે. નવગુજરાત સમયના અહેવાલ પ્રમાણે રાજ્યમાં દારૂની હેરાફેરી અને તેને ઘૂસાડવાની કામગીરીનું જે રેકેટ છે તે બોલિવૂડની ફિલ્મોના ઢબે ચાલતું હોય એમ લાગે છે. છેલ્લા 3થી વધુ વર્ષમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે કેસો સોલ્વ કરવામાં આવ્યા છે એને જોતા લાગી રહ્યું છે કે ગુજરાતમાં હજુ પણ આવા બૂટલેગરો સામે મોટી કાર્યવાહી થઈ શકે છે. જેટલીવાર પણ દરોડા પાડવામાં આવે છે ત્યારે બૂટલેગરોના અવનવા કિમિયાઓનો પણ પર્દાફાશ થતો નજરે પડ્યો છે. તો ચલો આપણે જાણીએ કે રઈસ ફિલ્મની જેમ બોટથી દારૂ મોકલવાનું આ કૌભાંડ શું છે તથા કેવી રીતે ગુજરાતમાં આની હેરાફેરી ચાલી રહી છે.
દમણથી દારૂની હેરાફેરીનો કિમિયો
બુટલેગરોએ હવે દારૂની હેરાફેરી કરવા માટે અનેક રસ્તાઓ અપનાવ્યા છે. પોલીસની રેડમાં પણ આ અંગે ખુલાસાઓ થયા છે. તેવામાં હવે બોટ દ્વારા દારૂ ઘૂસાડીને ચાલતા હેરાફેરીના રેકેટ પરથી પડદો ઉઠી ગયો છે. નવગુજરાત સમયના અહેવાલ મુજબ દમણથી બોટ દ્વારા બિલિમોરા અને નવસારી સુધી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. આ બોટ પરથી દારૂને આસપાસના વિસ્તારોમાં લઈ જવા માટે પોટલાઓની સુવિધા કરાય છે. બાઈક પર પોટલા બાંધી અથવા ગાડીઓમાં રાખી દારૂની હેરાફેરી કરવામાં આવે છે.

રઈસ ફિલ્મની જેમ ગુજરાતમાં દારૂ ઠલવાય છે
મધ્યપ્રદેશથી નસવાડી સુધી બોટ દ્વારા દારૂની હેરાફેરી કરાતી હોવાની માહિતી મળી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ આવા પ્રકારના જ ઘણા કેસો સોલ્વ કરાયા છે. ગુજરાતમાં બીજા ઘણા રાજ્યોમાંથી પણ દારૂ ઘૂસાડવામાં આવે છે. હરિયાણા અને પંજાબ તથા રાજસ્થાનથથી દારૂને ઘૂસાડવામાં આવે છે. આ તમામ દારૂઓનું પિકઅપ પોઈન્ટ રાજસ્થાન છે. તથા અહીં રાજ્યમાં દારૂ આવી જાય અને પછી ત્યાંથી ગુજરાતમાં વડોદરા અને અમદાવાદની આસપાસના વિસ્તારોમાં મોકલી દેવામાં આવે છે. વળી બીજી બાજુ રાજસ્થાન, હરિયાણા અને પંજાબનો દારૂ સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવામાં આવે છે.

પોલીસ GPS ટ્રેકર વડે ઓપરેશન પાર પાડે છે
સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળે કે તાત્કાલિક તેઓ વાહનો પર GPS ટ્રેકર લગાવી દેતા હોય છે. ત્યારપછી દારૂ ભરેલા વાહનો જ્યાં પિકઅપ પોઈન્ટ પર રોકાય છે ત્યાં સુધી ટીમ એની પાછળ જાય છે. જેથી કરીને તેમના સ્થળ અને રેકેટમાં કોનો હાથ છે એની માહિતી મળે. ત્યારપછી પોલીસ અહીં રેડ કરે છે અને કેસ કરી આગળ ચાલતા રેકેટનો પર્દાફાશ કરી દેતા હોય છે.

ગોવાના દારૂની બોલબોલા, ક્યાંથી આવે છે આ દારૂનો જથ્થો
ગોવાનો દારૂ અહીં ગુજરાતમાં વધારે વેચાતો હોવાની માહિતી મળી રહી છે. જેથી બૂટલેગરો ગોવા જાય છે અને ત્યારપછી દક્ષિણ ગુજરાત બાજુ આના જથ્થાને મૂકી દેતા હોય છે. બૂટલેગરો એક સેમ્પલના તોલે ભાવતાલ કરતા હોય છે. સ્ટેટ મોનિટરિંગ સેલે જણાવ્યું કે તેમણે ઐતિહાસિક કામગીરી શરૂ કરી દીધી છે. સેલ દ્વારા 2021માં પ્રોહિબિશનના કુલ 275 કેસ કર્યા હતા જેમાથી 148 ક્વોલિટિ કેસ હતા. અહીં કુલ 14 કરોડ રૂપિયાની આસપાસનો દારૂ જપ્ત કરાયો હતો. આ પ્રમાણે ટ્રાન્સપોર્ટ અને અન્ય મુદ્દામાલની આડમાં દારૂની હેરાફેરીના કેસ વધતા જોવાજેવી થઈ છે.

Related posts

અમદાવાદમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

editor

હિંમતનગરની સંજીવની હોસ્પિટલ દ્વારા ગેરકાયદે દબાણ કરાયું

editor

સી.કે.પટેલ ભાજપનાં એજન્ટ : મનોજ પનારા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1