Aapnu Gujarat
ગુજરાત

ઉત્તર પ્રદેશની યુવતીને ભગાડીને યુવક સુરત લાવ્યો અને રેપ કર્યો

યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેનું શારીરિક શોષણ અથવા રૂપિયા પડાવવામાં આવતા હોવાનો અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન સુરતથી પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક યુવક પોતાના મૂળ વતન ઉત્તરપ્રદેશમાં ઘરની બાજુમાં રહેતી એક છોકરીને ભગાડીને સુરત લઈ આવ્યો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યા બાદ આગને હવાલે કરી દીધી. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના સુલતાનપુરના બહરી ગામનો વતની મહાવીર ઉર્ફે વીરે છેદીલાલ નિષાદ વતનમાં તેની પાડોશમાં રહેતી છોકરીને જાન્યુઆરી મહિનામાં લગ્નની લાલચ આપ્યા ભગાડીને સુરતના કિમ ખાતે લઈ આવ્યો હતો અને અહીં નરોલી ગામ ખાતે આવેલી ઝુંપડપટ્ટીમાં મકાન ભાડે રાખીને બંને સાથે રહેતા હતા. ડરી ગયેલી છોકરી પરત ઘરે જવાની જીદ કરવા લાગી તો નરાધમે તેનો રેપ કરી નાખ્યો અને થોડા દિવસો પહેલા છોકરીએ પરત ઘરે જવાની વાત કરતા તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સદનસીબે તે બચી ગઈ હતી.
ગૂંગળામણ અને દાઝી જવાને કારણે છોકરી ત્યાં જ બેભાઈ થઈ ગઈ તો ડરી ગયેલો મહાવીર તેને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો અને દાખલ કર્યા બાદ ત્યાંથી ભાગી ગયો હતો. છોકરીને હોશ આવતા જ તેનું નામ અને સરનામું પૂછીને વતનમાં રહેતા તેના માતા-પિતાને સમગ્ર ઘટના અંગે જાણ કરતા તેઓ પણ હલી ગયા અને તાત્કાલિક રવાના થઈ સુરત પહોંચતાં છોકરીને તેમને સોંપવામાં આવી હતી. આ સમગ્ર મામલે હવે યુપીમાં પણ મહાવીર સામે ફરિયાદ નોંધાતા વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
કેસ દાખલ થતાં ઉત્તર પ્રદેશ પોલીસ મહાવીરની ધરપકડ માટે સુરત આવતા એસઓજીની ટીમે પણ સહકાર આપ્યો અને બાતમીના આધારે મહાવીરને ઝડપીને ઉત્તરપ્રદેશ પોલીને સોંપવામાં આવ્યો હતો.

Related posts

ઈસ્કોન બ્રિજ અકસ્માત : તથ્ય પટેલની વધુ બે પોલ ખૂલી

aapnugujarat

गुजरात के २०३ जलाशय में से ५४ जलाशय हाईअलर्ट पर

aapnugujarat

સોલર ગ્લાસમાં વાગશે ભારતનો ડંકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1