Aapnu Gujarat
મનોરંજન

સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાંખવાની ધમકી

સલમાન ખાનને ધમકીઓ મળવાનો સિલસિલો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ફરી એકવાર ભાઈજાનને ધમકી મળી છે. એક કોલરે પોલીસ કંટ્રોલને ફોન કરીને કહ્યું કે તે ૩૦ તારીખે સલમાન ખાનને જાનથી મારી નાખશે. બોલિવૂડના દબંગ ખાન પરનો ખતરો ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો. તાજેતરમાં, એક્ટરને ગોલ્ડી બરાડ તરફથી ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેના પગલે તેણે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્યારે આ મામલે તપાસ કરી ત્યારે મેઈલનું કનેક્શન યુકેથી હોવાનું જાણવા મળ્યું હતું. હવે ફરી એકવાર સલમાન પર ખતરો વધતો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, સોમવારે રાત્રે ૯ વાગે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. આ દરમિયાન ફોન કરનારે કહ્યું કે તે ૩૦ તારીખે સલમાન ખાનને જાનથી મારી નાખશે. ફોન કરનારે પોતાનો પરિચય રોકી ભાઈ તરીકે આપ્યો અને કહ્યું કે તે જોધપુરના ગૌ રક્ષક છે. જોકે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, પરંતુ આ પહેલીવાર નથી જ્યારે સલમાનને ધમકી મળી હોય. આ પહેલા પણ એક્ટર સાથે ઘણી વખત આવું બન્યું છે. જો કે, તમને જણાવી દઈએ કે આ પ્રકારનો આ પહેલો મામલો નથી, આ પહેલા પણ એક્ટરના નામ પર આવા અનેક ધમકીભર્યા કોલ અને ઈમેલ આવી ચૂક્યા છે. થોડા દિવસો પહેલા એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ ખુલ્લેઆમ સલમાન ખાનને મારીને ગુંડા બનવાની વાત કરી હતી. ગેંગસ્ટરે કહ્યું કે તે બહુ જલ્દી આ ઘટનાને અંજામ આપવાનો છે. આ જ કડીમાં સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ આ સમગ્ર મામલે બેદરકારી દાખવવાના મૂડમાં નથી. તમને જણાવી દઈએ કે બોલિવૂડના ’દબંગ’ સલમાન ખાને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે પોતાના કાર કલેક્શનમાં એક નવું બુલેટ પ્રૂફ કાર સામેલ કરી છે. પાછલા કેટલાંક સમયથી તેને એક પછી એક ધમકીઓ મળી રહી છે. ગયા મહિને એક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈમેલ પણ મળ્યો હતો. જે બાદ મુંબઈ પોલીસે એક્ટરની સુરક્ષા વધારી દીધી હતી. આ દરમિયાન સલમાન ખાને નવી બુલેટફ્રુટ કાર ખરીદી છે, જે વિદેશથી ઇમ્પોર્ટ કરવામાં આવી છે. સલમાને પોતાના કાફલામાં નિસાન પેટ્રોલ એસયુવી સામેલ કરી છે. હાલમાં આ કાર ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ પણ કરવામાં આવી નથી. સલમાનની સુરક્ષા માટે છેલ્લા મહિનાથી પોલીસ સતત તકેદારી રાખી રહી છે. લોરેન્સ બિશ્નોઈ દ્વારા ધમકીભર્યા ઈમેલને પગલે તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી. આ ધમકીને ધ્યાનમાં રાખીને, આ દિવસોમાં તેના ફેન્સને પણ તેના ઘરની નજીક ઉભા રહેવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.

Related posts

‘डियर कॉमरेड’ के हिंदी रीमेक पर बोले करण जौहर : अभी किसी को भी साइन नहीं किया

aapnugujarat

થકવી દેનાર ફિલ્મો કરવાની ઇચ્છા નથી : તબ્બુ

aapnugujarat

સંજય દત્તની ઈમેજ સુધારવા ફિલ્મ નથી બનાવી : રાજકુમાર હિરાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1