Aapnu Gujarat
ગુજરાત

કેરીની ચોરી રોકવા ખેડૂતો ડ્રોન અને સીસીટીવીનો કરી રહ્યાં છે ઉપયોગ

જૂની બોલીવુડ ફિલ્મોના એ દ્રશ્યો તેમને યાદ છે કે, જ્યાં ઉનાળા દરમિયાન ખેતરના માલિકનો મુખ્ય હેતુ આખો દિવસ ચોરોનો પીછો કરવાનો હોય છે? જો કે, આજે પણ આમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ હવે 21મી સદીના ખેડૂતો હવે ચોરોથી બચવા માટે ડ્રોન અને સીસીટીવીનો ઉપયોગ કરી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો માટે બગીચામાં લટકતી કેરી એ બદા અને વિવિધ લોકો માટે આવીને તોડી લેવાનું એક આમંત્રણ છે. જેના કારણે ખેડૂતોને ચોરીથી ભારે નુકસાન થાય છે. ઉનાળાની આસપાસ દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં કેરીની ચોરી એક સામાન્ય સમસ્યા છે. ત્યારે આ ચોરીને ડામવા ખેડૂતોએ નવો રસ્તો શોધી કાઢ્યો છે.
ભૂતકાળમાં ગામના લોકો પરવાનગી વિના નાના જથ્થામાં ઉપાડ કરતા હતા. પરંતુ ધીમે ધીમે આ સંખ્યા મોટી થઈ ગઈ અને ખેડૂતોને કિંમતી પાકની સુરક્ષા સુનુશ્ચિત કરવા માટે બહુસ્તરીય પગલાં લેવા તરફ દોરી ગયા. દર ઉનાળામાં વલસાડના નાનકવાડામાં વસંત પટેલના ખેતરમાંથી લગભગ બે ક્વિન્ટલ કેરીની ચોરી થાય છે. કાચી કેરીઓ ઓછી માત્રામાં ચોરી થાય છે. આ વર્ષે અમે ચોરીથી કોઈ પણ જાતનું નુકસાન ઉઠાવા માગતા નથી, કારણ કે પ્રતિકુળ વાતાવરણના કારણે પાક પહેલેથી જ ખરાબ થઈ ગયો છે, એવું વસંત પટેલે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું.

વસંત પટેલ એકલા નહીં ગામના અનેક ખેડૂતોએ એક સમૂહ બનાવ્યા છે અને ગામના ચોરો તથા 100 વીઘામાં ફેલાયેલા પોતાના ખેતરો પર નજર રાખવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી રહ્યાં છે. પ્રકાશ પટેલે જણાવ્યું કે, મારુ 30 વીઘાનું ખેતર છે અને પગે ચાલીને હું કે મારા મજૂરો તેને ચાલીને કવર કરી શકીએ એમ નથી. પરંતુ ખેતર અને ચોરો પર નજર રાખવા માટે ડ્રોન કામમાં આવે છે. જ્યારે ચોરીની શક્યતાઓ વધુ હોય ત્યારે આવા સમયમાં ડ્રોનનો ઉપયોગ કરીએ છીએ. કાલવાડના એક ખેડૂત બ્રૃજેશ પટેલે પોતાના ખેતરમાં વાઈફાઈ અને સક્ષમ સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઉભુ કર્યુ છે.

તેઓએ જણાવ્યું કે, અગાઉ મારા ખેતરમાંથી ચાર ક્વિન્ટલ કેરીની ચોરી થઈ હતી. પરંતુ જ્યારથી મેં ખેતરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે ત્યારથી ચોરો પ્રવેશ કરતા નથી. હું મારા મોબાઈલ ફોનથી ખેતર પર નજર રાખી શકું છું. જો કે, છરવાડા ગામના ખેડૂત આકાશ દેસાઈને આસપાસના વિસ્તારમાંથી તકેદારી રાખવી વધુ સરળ લાગે છે. ઉનાળા દરમિયાન તેઓ આખા પરિવાર સાથે ખેતરમાં શિફ્ટ થઈ જાય છે. તેઓએ જણાવ્યું કે, મારો પરિવાર અને લગભગ 40 મજૂરો ચોરીને રોકવા માટે ચોવીસ કલાક ખેતર પર નજર રાખે છે. મેં ચોરોને દૂર રાખવા માટે બે પ્રશિક્ષિત ગાર્ડ પણ કામે રાખ્યા છે.

Related posts

તેલના ભાવ વધારાથી મધ્યમવર્ગની હાલત કફોડી

aapnugujarat

ડભોઈમાં નેશનલ વોટર ડે ની ઉજવણી કરાઈ

editor

બાર કાઉન્સીલની આજે ચૂંટણી થશે : ૯૯ ઉમેદવારો મેદાનમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1