Aapnu Gujarat
રમતગમત

Hardik Pandyaએ Virat Kohli સાથે કરી ગેરવર્તણૂક

ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા (IND vs AUS) સામેની ત્રણ મેચોની વનડે સીરિઝની શરૂઆત થઈ ગઈ છે, જેની પહેલી મેચ શુક્રવારે શહેરના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. રોહિત શર્માને કોઈ પારિવારિક કારણોસર આરામ આપવામાં આવ્યો છે, તેવામાં કમાન હાર્દિક પંડ્યાના (Hardik Pandya) હાથમાં છે. તેણે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સૌ જાણે છે કે હાર્દિક પંડ્યાને વિવાદ સાથે જૂનો નાતો છે. તે મેદાન પણ સાથી ખેલાડીઓ સાથે ઘણીવાર ગેરવર્તણૂક કરી ચૂક્યો છે અને તેમાં સીનિયર વિરાટ કોહલી (Virat Kohli) પણ બાકાત નથી. પહેલી મેચમાં પણ તેણે કોહલી સાથે ખરાબ વર્તન કર્યું હતું અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
અહીં વાત 21મી ઓવરની કરી રહ્યા છીએ. જોસ ઈંગ્લિસ ક્રીઝ પર ઉતર્યો જ હતો. બોલિંગ કુલદીપ યાદવના હાથમાં હતી અને હાર્દિક વિરાટની પાસે ઉભો રહીને ફીલ્ડ સેટ કરી રહ્યો હતો. વિરાટે હાર્દિકને સૂચનો આપ્યા હતા. પરંતુ તેણે તેની સામે જોયું પણ નહીં. ફીલ્ડરને પોતાની રીતે ઈશારો કરીને તે ત્યાંથી હટી ગયો. તેની આ હરકતથી કોહલી થોડો નારાજ થયો હતો અને કંઈક બોલતા-બોલતા પોતાની ફીલ્ડિંગ પોઝિશન તરફ જતો રહ્યો હતો.

હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીની વચ્ચે બધું ઠીક ન હોવાની ખબર ઘણા સમયથી આવી રહી છે. શ્રીલંકા સામેની સીરિઝમાં પણ બંને વચ્ચે ટશન જોવા મળી હતી. ગુવાહાટીમાં સરળતાથી બે રન જોવા મળી રહ્યા હતા. પરંતુ પંડ્યાએ કોહલીએ રન લેવાનો ઈનકાર કર્યો હતો. તે અડધી પીચ પર આવી ગયો હતો પરંતુ પંડ્યાએ ના પાડતાં બાદમાં ઘૂરી-ઘૂરીને તેને જોવા લાગ્યો હતો. ગુવાહાટી બાદ જ્યારે કોલકાતામાં શ્રીલંકા સાથે મેચ રમાઈ ત્યારે પણ પંડ્યાએ બધા સાથે હાથ મિલાવ્યો હતો અને કોહલીને અવગણ્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની પહેલી મેચ ભારતે પોતાના નામે કરી હતી. મહેમાન ટીમ 35.4 ઓવરમાં 188 રન પર ઓલઆઉટ થઈ હતી. જે બાદ ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરી હતી. બીજી જ ઓવરમાં ઈશાન કિશનની વિકેટ પડી હતી. વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પણ કંઈ ખાસ કરી શક્યા નહોતા. આમ પાંચ ઓવરમાં 16 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગિલ સારા શોર્ટ્સ રમી રહ્યો હતો પરંતુ 20 રન બાદ તે પણ મિશેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો. જો કે, ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી અને મેચ જીતવામાં મદદ કરી હતી. યજમાન ટીમે 39.5 ઓવરમાં 191 રન કર્યા હતા અને પાંચ વિકેટથી જીત મેળવી હતી.

Related posts

રોહિત શર્મા ટી૨૦માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય

aapnugujarat

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે પાંચમી વન-ડે

aapnugujarat

IPL – 12નાં છેલ્લાં ચરણમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી નહીં રમે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1