Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા:પિતા પુત્રને કુહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા, મૃતકના ભાઈએ હત્યારાની કરી હત્યા

સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોશીના વિસ્તારમાં આવેલા અજાવાસ ગામની છે. આ ગામમાં રહેતા લલ્લુભાઈ ગમાર ખેતીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં પાંચ છોકરા અને એક છોકરી છે. ત્યારે બુધવારની રાત્રે તેમના બહેનનો દિયર રમેશ બોબડિયા તેમના ઘરે આવ્યો હતો અને તેમના ઘરે રાત રોકાવાનો હતો. બુધવારની રાત્રે સૌએ સાથે ભોજન લીધુ અને સૌ સૂવાની તૈયારી કરવા લાગ્યા હતા. લલ્લુભાઈ તેમની પત્ની અને તેમના ચાર છોકરા અને છોકરી ઘરની અંદર સૂઈ ગયા હતા, જ્યારે તેમના બે દિકરા અને તેમની બહેનનો દિયર ઘરની બહાર સૂતા હતા.
રાત્રીના 1 વાગ્યાની આસપાસ રમેશ બાબડિયા અચાનક ઉભો થયો હતો અને ઘરની બહાર મુકવામાં આવેલી કુહાડી હાથમાં લીધી હતી. કુહાડી હાથમાં લઈને રમેશ લલ્લુભાઈના ઘરમાં પ્રવેશ્યો હતો અને સૂઈ રહેલા લલ્લુભાઈ પર કુહાડીથી હુમલો કર્યો હતો. લલ્લુભાઈ પર હુમલો કર્યા બાદ રમેશ બોબડિયાએ લલ્લુભાઈની પાસે સૂતેલા તેમના 6 વર્ષીય દીકરા કલ્પેશ પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં લલ્લુભાઈ અને તેમના 6 વર્ષીય પુત્ર કલ્પેશનું મોત થયુ હતુ.

રમેશ બોબડિયાાએ જ્યારે કલ્પેશ પર હુમલો કર્યો હતો ત્યારે કલ્પેશે બુમાબુમ કરી હતી, પુત્રની બુમ સાંભળતા કલ્પેશની માતા જાગી ગયા હતા અને પોતાના પુત્ર કલ્પેશ અને પોતાના પતિને લોહીથી લથબથ હાલતમાં જોયા હતા. જ્યારે રમેશ બોબડિયા હાથમાં કુહાડી પકડીને ઉભો હતો. બે હત્યા કર્યા બાદ પણ રમેશના માથે ખૂન સવાર હોય તે તેણે લલ્લુભાઈની પત્ની પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, લલ્લુભાઈની પત્નીએ દરવાજો આગળ કરી દેતા કુહાડી રમેશ બાબડિયાના હાથથી નીચે પડી ગઈ હતી. આ સમયે લલ્લુભાઈની પત્ની અને તેમના સંતાનો ઘરની બહાર નીકળી ગયા હતા અને બુમાબુમ કરવા લાગ્યા હતા.

લલ્લુભાઈના પત્ની અને તેમના સંતાનોની બુમો સાંભળીને લલ્લુભાઈના મોટા ભાઈ મકનાભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તે જેવા લલ્લુભાઈના ઘરમાં પ્રવેશવા ગયા ત્યાં તેમને રમેશ બાખડિયાને કુહાડી હાથમાં લઈને ઉભો જોયો હતો. રમેશે મકનાભાઈ પર પણ હુમલો કર્યો હતો જો કે, તે રમેશના હુમલાથી બચી ગયા હતા અને ત્યારબાદ મકનાભાઈ અને રમેશ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ સમયે મકનાભાઈએ જોરદાર હુમલો કરતા રમેશ બોખડિયાની હત્યા થઈ ગઈ હતી.જ્યારે મકનાભાઈને પણ આ ઝપાઝપીમાં ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

વડોદરામાં અપહૃત બે બાળકો મળી આવ્યાં, મોબાઇલ લોકેશને કરી મદદ

aapnugujarat

गुजरात : अमित शाह आज भी प्रचार में व्यस्त ही रहेंगे

aapnugujarat

કડીના નંદાસણ એસ્સાર પેટ્રોલપંપ નજીકથી પિસ્તોલ તેમજ ચાર જીવતા કારતૂસ સાથે બે શખ્સો ઝડપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1