Aapnu Gujarat
રાષ્ટ્રીય

અગ્નિવીરોને બીએસએફ ભરતીમાં મળશે 10 ટકા અનામત, ઉપલી વય મર્યાદામાં પણ છૂટછાટ

કેન્દ્ર સરકારે ભારતીય સેનામાં ભરતનીની નવી પ્રક્રિયા અગ્નિપથ યોજના હેઠળ સામેલ થઈ રહેલાં અગ્નિવીરોને હોળી પર મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે પૂર્વ અગ્નિવીરો માટે બીએસએફમાં ભરતી માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે. આ સાથે જ અગ્નિવીનોરને ઉપલી વયમર્યાદાના માપદંડોમાં પણ છૂટછાટની જાહેરાત કરી છે. જો કે, આ વાત એના પર નિર્ભર કરે છે કે અગ્નિવીર પહેલી બેચનો ભાગ છે કે પછી બાદની બેચનો. ગૃહ મંત્રાલયે છ માર્ચના રોજ આ સંબંધે જાહેરાત આદેશને મંજૂરી આપતા એક એડવાઈઝરી જારી કરી છે.
કેન્દ્ર સરકારે બીએસએફની અંદર પૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે. આની સાથે જ અગ્નિવીરોની વયમર્યાદામાં પણ છૂટછાટની જાહેરાત કરી છે. જો કે, આ એના પર નિર્ભર રહેશે કે તેઓ પહેલી બેચના છે કે પછી પછીની બેચના. ગૃહ મંત્રાલયે છ માર્ચના રોજ એડવાઝરી દ્વારા આની જાહેરાત કરી છે. આના માટે ગૃહ મંત્રાલયે બોર્ડર સિક્યોરિટી ફોર્સ, જનરલ ડ્યૂટી કેડર રિક્રુટમેન્ટ રુલ્સ 2015માં સુધારો કર્યો છે. જે ગુરુવારથી લાગુ થયો છે. ગૃહ મંત્રાલયના નોટિફિકેશન મુજબ, કોન્સ્ટેબ પદ માટે પૂર્વ અગ્નિવીરોની પહેલી બેચના ઉમેદવારોને વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મળશે. જ્યારે પૂર્વ અગ્નિવીરો બાદની તમામ બેચોને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી નોટિફિકેશનમાં જાહેરાત કરવામાં આવી છે કે અગ્નિવીર ભરતી પહેલી બેચમાંથી પાસ આઉટ થનારા 25 ટકા ઉમેદવારોને સેનામાં સીધી સ્થાયી નોકરી આપવામાં આવશે. જ્યારે બાકીના 75 ટકા અગ્નિવીર ઉમેદવારોને સેનામાં વિવિધ યૂનિટો, પોલીસ ભરતી, કેન્દ્રીય શસસ્ત્ર બલો વગેરેમાં નિયુક્તિ માટે પ્રાથમિકતા આપવામાં આવશે. આ સિવાય અન્ય કેટલાંક લાભો પણ મળશે.

નોટિફિકેશન મુજબ, બાકીના 75 ટકા ઉમેદવારો જેઓ અન્ય સૈન્ય બળોમાં આવદેન કરવા માટે ઈચ્છુક હશે. તેઓને નોટિફિકેશન મુજબ બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફની ભરતીમાં 10 ટકા અનામત સિવાય પહેલી બેચમાં તમામ શ્રેણીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદાના નિયમમાં પાંચ વર્ષની છૂટછાટ પણ આપવામાં આવશે.

Related posts

સવર્ણોને અનામત પ્રશ્ને ટેકાની અરવિંદ કેજરીવાલની ઘોષણા

aapnugujarat

ઘાસચારા કાંડ : ચોથા કેસમાં લાલુને ૧૪ વર્ષની સજા

aapnugujarat

SC में बोले अयोध्‍या केस के वकील-निर्मोही अखाड़े के दस्तावेज और सबूत 1982 में डकैत ले गए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1