Aapnu Gujarat
બિઝનેસ

ટાટા ગ્રૂપની કંપની Tata Tech IPO લાવશે

ભારતના સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ જૂથોમાં ટાટા જૂથનું નામ સૌથી મોખરે લેવામાં આવે છે. ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેક્નોલોજિસ (Tata Technologies) તેનો આઈપીઓ લાવવાની યોજના બનાવી રહી છે અને આ માટે સેબી સમક્ષ ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા છે. ટાટા ગ્રૂપની કોઈ કંપની બજારમાં આઈપીઓ લાવતી હોય તેવું 18 વર્ષ પછી પહેલી વાર બની રહ્યું છે. છેલ્લે 2004માં TCSનો આઈપીઓ આવ્યો હતો અને ટીસીએસ આજે કેટલી મોટી કંપની છે તે આજે બધા જાણે છે.
ટાટા જૂથની વધુ એક કંપની ભારતીય શેરબજારમાં લિસ્ટ થવા જઈ રહી છે. Tata Technologies IPO માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ પેપર ફાઈલ કરી દેવાયા છે. આ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) હશે અને તેના દ્વારા હાલના પ્રમોટર્સ અને શેરહોલ્ડર્સ 9.57 કરોડ શેરનું વેચાણ કરશે. આ ઉપરાંત ટાટા જૂથની વધુ એક કંપની ટાટા પ્લે (Tata Play) પણ આઈપીઓ લાવવાની તૈયારીમાં છે.

ટાટા ટેક.નો આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સોલ હશે. આ ઈશ્યૂ દ્વારા ટાટા મોટર્સ 8.11 કરોડ શેર, આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ 97.2 લાખ શેર અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ પોતાના 48.6 લાખ ઈક્વિટી શેરોનું વેચાણ કરશે. ટાટા ટેકમાં ટાટા મોટર્સ 74.69 ટકા, આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ 7.26 ટકા અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ 3.63 ટકા હિસ્સો ધરાવે છે. આ ઈશ્યૂ માટે જે એમ ફાઈનાન્શિયલ, BofA સિક્યોરિટીઝ અને સિટી ગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા લીડ મેનેજર્સ છે.

ટાટા ટેકનોલોજિસ ઈન્ડસ્ટ્રીયલ હેવી મશીનરી, એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝને એન્જિનિયરિંગ અને ડિજિટલ સર્વિસ આપે છે. તે કનેક્ટેડ બિઝનેસને એન્જિનિયરિંગ, આર એન્ડ ડી, ડિજિટલ એન્ટરપ્રાઈઝ સોલ્યુશન, આઈટી પ્રોડક્ટને લગતી સેવા આપે છે. આ કંપની અમેરિકા, ભારત, ચીન, જાપાન, સિંગાપોરમાં 18 ડિલિવરી સેન્ટર ધરાવે છે જ્યાં 11 હજારથી વધારે કર્મચારીઓ કામ કરે છે.

ટાટા ટેક્નોલોજીનો બિઝનેસ મુખ્યત્વે ટાટા ગ્રૂપ પર આધારિત છે. તેને સૌથી વધારે બિઝનેસ ટાટા મોટર્સ અને જગુઆર લેન્ડ રોવર પાસેથી મળે છે. આ ઉપરાંત તે ટાટા ગ્રૂપ બહારથી પણ બિઝનેસ મેળવી રહી છે. અગાઉ ડિસેમ્બરમાં સેટેલાઈટ ટીવી ઓપરેટર ટાટા પ્લેએ સેબી સમક્ષ DRHP પ્રિ-ફાઈલ કર્યો હતો, જેને ગુપ્ત IPO પેપર પણ કહેવામાં આવે છે. નાણાકીય વર્ષ 2022માં ટાટા ટેકની રેવન્યુ વાર્ષિક ધોરણે 47 ટકા વધી હતી જ્યારે ઓપરેટિંગ નફામાં 65 ટકાનો વધારો થયો હતો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનો આઈપીઓ 2004માં આવ્યો હતો, ત્યાર પછી ટાટાની કોઈ કંપની પ્રાઈમરી માર્કેટમાં આવી નથી. તેના કારણે આ આઈપીઓ માટે રોકાણકારોમાં ભારે રોમાંચ રહેશે.

Related posts

મનોરંજન પાર્કની ટિકિટ પર ઘટ્યો જીએસટી

aapnugujarat

સેન્સેક્સમાં ૧૮૧ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

સેંસેક્સ ૩૧૧ પોઇન્ટ ઉછળીને ૩૫૦૦૦ની સ્પાટીને પાર કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1