Aapnu Gujarat
બિઝનેસ

મનોરંજન પાર્કની ટિકિટ પર ઘટ્યો જીએસટી

મનોરંજન પાર્ક(અમ્યૂજમેન્ટ પાર્ક)ની ટિકિટ પર માલ અને સેવા કર જીએસટીના દર ૨૮થી ઘટીને ૧૮ ટકા કરવામાં આવ્યા છે.મનોરંજન પાર્કની તર્જ પર થીમ પાર્ક, વોટર પાર્ક અને મેળાની ટિકિટો પર જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મંત્રાલયે આશા વ્યક્ત કરી હતી કે રાજ્ય પંચાયત અને નગર એકમો દ્વારા મનોરંજન કે એમ્યુઝમેન્ટ પાર્કો પર સ્થાનિક કર નહિં વધારાય. તેમણે એક નિવેદનમાં કહ્યું કે એનાથી એ સુનિશ્રિત થશે કે જીએસટીમાં ઘટાડાનો લાભ બાળકો અને તેમના પરિવારોને મળી શકે.મંત્રાલયે કહ્યું કે તેમને અનેક ક્ષેત્રોમાંથી મનોરંજન પાર્ક પર કર દરમાં ઘટાડો કરવાનો પ્રસ્તાવ મળ્યો હતો. તેમાં કહેવાયું હતું કે આવા પાર્કોથી બાળકો અને તેમના પરિવારોને સમાજ સ્વસ્થ મહસૂસ કરે છે. અને તેમણે મનોરંજન થવા સાથે શિખવાનું મળે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જીએસટી પરિષદે થીમ પાર્ક, વોટરપાર્ક, મેરી ગો રાઉન્ડ, ગો કાર્ટિંગ માટે કરના દર ૨૮થી ઘટાડીને ૧૮ ટકા કરી દીધાં છે. તેમાં કહેવાયું છે કે સર્કસ, નૃત્ય અને થીએટર પ્રદર્શનના પ્રવેશ ટિકિટો પર છૂટની મર્યાદા બેવડી કરીને ૫૦૦ રૂપિયા કરી દીધી છે.

Related posts

ઉત્તરપ્રદેશનાં નાના શહેરોને હવે વિમાની સેવા મળી શકશે

aapnugujarat

શેરબજારમાં આઠ પરિબળોની સીધી અસરો જોવા મળી શકે

aapnugujarat

અદાણી ગ્રુપે અદાણી વિલ્મરમાંથી હિસ્સો વેચવા તૈયારી કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1