Aapnu Gujarat
રમતગમત

ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર : ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે જીત મેળવી

ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની તોફાની બેટિંગને કારણે ઓસ્ટ્રેલિયન ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ભારત સામે 9 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે કાંગારૂ ટીમે ચાર મેચોની સિરીઝમાં 2-1થી વાપસી કરી લીધી છે. સિરીઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 થી 13 માર્ચ દરમિયાન રમાશે.

મેચના ત્રીજા દિવસે કાંગારૂ ટીમે ચોથા દાવમાં 76 રનના ટાર્ગેટને એક વિકેટે આસાનીથી હાંસલ કરી લીધો હતો, જો કે ભારતીય સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ઉસ્માન ખ્વાજાને બીજા બોલ પર પેવેલિયન મોકલીને ભારતીય ચાહકોની આશાઓ વધારી દીધી હતી. ભારતીય સ્પિનરોએ પણ પ્રથમ 11 ઓવરમાં અસરકારક બોલિંગ કરી, પરંતુ 12મી ઓવરમાં બોલ બદલાઈ ગયો. બોલ બદલાતા જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન અણનમ પરત ફર્યા હતા.

શાનદાર જીત સાથે ઓસ્ટ્રેલિયાએ WTCની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતની હારનું કારણ તેના બેટ્સમેનો હતા. પ્રથમ દાવમાં 109 રન પર આઉટ થયેલી ટીમ ઈન્ડિયા ભારતીય ટીમની બીજી ઈનિંગમાં માત્ર 163 રનમાં સમેટાઈ ગઈ હતી. ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ 59 રનની ઇનિંગ રમી હતી. જ્યારે, શ્રેયસ અય્યરે 26 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે નાથન લાયને ખતરનાક બોલિંગ કરી અને 64 રન આપીને 8 વિકેટ ઝડપી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ઈન્દોરના હોલ્કર મેદાન પર રમાઈ રહી હતી. શુક્રવારે મેચનો ત્રીજો દિવસ હતો અને પ્રથમ સેશન ચાલી રહ્યું હતું. ઓપનર ઉસ્માન ખ્વાજા ખાતું ખોલાવ્યા વિના જ પરત ફર્યો હતો. તે રવિચંદ્રન અશ્વિનના હાથે વિકેટકીપર કેએસ ભરતના હાથે કેચ આઉટ થયો હતો.

ઓપનર ઉસ્માન ખ્વાજાને દિવસમા બીજા જ બોલ પર આઉટ કર્યો હતો. તેને અશ્વિને વિકેટરીપર કેએસ ભરતના હાથે કેચ કરાવ્યો હતો.
ગુરુવારે બીજા દિવસની રમતમાં ઓસ્ટ્રેલિયાએ 156/4ના સ્કોરથી આગળ રમવાની શરૂઆત કરી હતી. 186 સુધી ટીમની માત્ર 4 વિકેટ હતી, પરંતુ 197 સુધી સમગ્ર ટીમ ઓલઆઉટ થઈ ગઈ. ભારતે 2 સેશન સુધી બેટિંગ કરી અને 163 રનના સ્કોર પર તમામ 10 વિકેટ ગુમાવી દીધી.

ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ 59 રન બનાવ્યા હતા જ્યારે શ્રેયસ અય્યર 26, રવિચંદ્રન અશ્વિન 16, વિરાટ કોહલી 13 અને રોહિત શર્મા માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયને સૌથી વધુ 8 વિકેટ લીધી હતી.

ભારત પ્રથમ દાવમાં 109 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ રીતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 88 રનની લીડ મળી હતી. હવે ભારતના 163 રનના સ્કોર બાદ ઓસ્ટ્રેલિયાને 76 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

Related posts

કાર્બરે વિમ્બલ્ડન ૨૦૧૮નો મહિલા સિંગલ્સનો તાજ જીત્યો

aapnugujarat

आयरलैंड के लॉरी ने जीता गोल्फ चैम्पियनशिप का खिताब

aapnugujarat

SRHને લાગ્યો ઝટકો, વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1