Aapnu Gujarat
બિઝનેસ

ઈ-ઓકશન મારફત અત્યારસુધી 18 લાખ ટન ઘઉંનું વેચાણ પાર પડાયું

ઘઉં તથા તેના લોટના ભાવને નીચે લાવવા ૧લી ફેબુ્રઆરીથી ૩૦ લાખ ટન્સ ઘઉંંનું ખુલ્લા બજારમાં વેચાણ કરવાની કરાયેલી જાહેરાત હેઠળ સરકારે અત્યારસુધીમાં ત્રણ ઈ-ઓકશન મારફત ૧૮.૦૫ લાખ ટન્સ ઘઉંનું વેચાણ પાર પાડયું છે.

આ ઘઉંંમાંથી ૧૧ લાખ ટન્સ ઘઉંની સફળ બિડર દ્વારા ડિલિવરી લઈ લેવામાં આવી હોવાનું ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ)ના સુત્રોએ જણાવ્યું હતું.
૧૫મી માર્ચ ૨૦૨૩ સુધી દર બુધવારે ઘઉંના વેચાણ માટે સરકાર ઈ-ઓકશન હાથ ધરવા યોજના ધરાવે છે. બફર સ્ટોકસમાંથી માલ છૂટો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.

ખુલ્લા બજારમાં ઘઉં છૂટા કરાવાની સાથે જ દેશની વિવિધ મંડીઓમાં ખાનગી ટ્રેડરો પાસે ઘઉંના ભાવમાં સાતથી વીસ ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે.

ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ કુલ ૫૦ લાખ ટન્સ ઘઉંનું ખુલ્લા બજારમાં વેચાણ કરાશે એમ સરકાર દ્વારા જારી સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું. પ્રથમ ૩૦ લાખ ટન્સ અને બાદમાં વીસ લાખ ટન્સના વેચાણની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ઈ-ઓકશનમાં ફલોર મિલ્સ, ખાનગી ટ્રેડરો, જથ્થાબંધ ખરીદદારો ભાગ લઈ શકે છે.

Related posts

जॉनसन एंड जॉनसन बेबी शैंपू की जांच में नहीं मिला फॉर्मलडिहाइड, कंपनी ने कहा- ग्राहकों से ज्यादा जरूर

aapnugujarat

ઈન્ડિગો અને જેટ બાદ હવે તાતા પણ સ્પર્ધામાં નહીં રહે

aapnugujarat

ગૂગલે ભારતના ૧ લાખ ગામ સુધી પહોંચાડ્યું ઇન્ટરનેટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1