Aapnu Gujarat
બિઝનેસ

મ્યુ.ફંડો માટે નાના શહેરો સાથે સંકળાયેલા પ્રોત્સાહનો સેબી રદ કરે એવી શકયતા

મ્યુચ્યુઅલ ફંડ હાઉસો દ્વારા દેશના નાના શહેરો-ગામોમાંથી અસ્કયામતો-એસેટ્સ એક્ત્રિત કરવા અપાતાં પ્રોત્સાહન જે ઉદ્યોગની ભાષામાં બિયોન્ડ ૩૦(બી૩૦) કહેવાય છે એ પ્રોસ્તાહનોને મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) રદ કરે એવી શકયતા છે. અત્યારે મ્યુચ્યુઅલ ફંડો આવા સ્થળોથી મેળવેલ અસ્ક્યામતો પર કુલ એક્સપેન્સ રેશિયા(ટીઈઆર) કરતાં ૩૦ બેઝિઝ પોઈન્ટ સુધી ચાર્જ કરી શકે છે.

કોઈપણ શહેર અથવા ગામ કે જે કહેવાતી ટી૩૦ શ્રેણીમાં આવતું નથી અથવા એસેટ અન્ડર મેનેજમેન્ટ(એયુએમ)ના સંદર્ભમાં ટોચના ૩૦ કેન્દ્રો, બી૩૦ નો ભાગ છે. નાના શહેરોમાં મ્યુચ્યુઅલ ફંડોના પ્રવેશને વેગ આપવા માટે બી૩૦ પ્રોત્સાહન ૨૦૧૮માં રજૂ કરવામાં આવ્યા હતા.
સૂત્રોના કહેવા મુજબ સેબી બી૩૦ પ્રોત્સાહનને બંધ કરવાની અને નવા રોકાણકારોને લાવનારા ડિસ્ટ્રીબ્યુટરો માટે એક વખતની ફીની મંજૂરી આપવાનું આયોજન કરી રહ્યું છે, પછી ભલે તે સ્થાન ગમે તે હોય. અલબત એક વખતની ફી ટીઈઆરનો ભાગ બનશે. જેનાથી ફંડ હાઉસ પાસે ડિસ્ટ્રીબ્યુટરોને વધારાના પ્રોત્સાહનો ચૂકવવા માટે થોડી જગ્યા રહી શકે છે.

નિયામક તંત્રનું આ આયોજીત પગલું વધુ આવક મેળવવા માટે ડિસ્ટ્રીબ્યુટરો દ્વારા વર્તમાન માળખાના દુરૂપયોગ અંગેની ચિંતાઓને ધ્યાનમાં લઈને લેવાઈ રહ્યું છે. કેમ કે બી૩૦ પ્રોત્સાહન માત્ર રોકાણના પ્રથમ વર્ષમાં જ ચૂકવવામાં આવે છે. અમુક ડિસ્ટ્રીબ્યુટરો કથિત રીતે પ્રોત્સાહન મેળવવાનું ચાલુ રાખવા માટે દર વર્ષે રોકાણકારોના નાણા એક ફંડમાંથી બીજા ફંડમાં શિફ્ટ કરવાનો આશરો લે છે.

સેબીએ મ્યુચ્યુઅલ ફંડો દ્વારા વસૂલવામાં આવતી ફી અને ખર્ચનો વ્યાપક અભ્યાસ હાથ ધર્યો છે અને મ્યુચ્યુઅલ ફંડ સલાહકાર સમિતિ સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરી છે અને ઈન્ડસ્ટ્રી બોડી એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા(એમ્ફી) અને વ્યક્તિગત ફંડ હાઉસ પાસેથી અભિપ્રાયો માંગ્યા હોવાનું જાણવા મળે છે.

ટીઈઆર એ સ્કિમના સંચાલનમાં ફંડ હાઉસ દ્વારા કરવામાં આવેલ કુલ ખર્ચ છે. જો કે મ્યુચ્યુઅલ પંડ સ્કિમ્સ દ્વારા સિક્યોરિટીઝની ખરીદી અને વેચાણ કરતી વખતે થયેલા ખર્ચ અને ફંડ મેનેજમેન્ટ ફી પર ૧૮ ટકા જીએસટી ટીઈઆરના કાર્યક્ષેત્રની બહાર છે. સેબી આ તમામ ખર્ચને ટીઈઆરની અંદર લાવવાનું વિચારી રહ્યું છે. સેબીએ સ્કિમ કેટલી ટીઈઆર વસૂલી શકે તેની લિમિટ નક્કી કરી છે.

સક્રિય ઈક્વિટી ફંડ સ્કિમ એયુએમના મહત્તમ ટીઈઆર ૨.૨૫ ટકા ચાર્જ કરી શકે છે, જ્યારે ડેટ સ્કિમ બે ટકા સુધી ચાર્જ કરી શકે છે. બજારના ખેલાડીઓનું કહેવું છે કે ઘણી સ્કિમ હાલમાં સેબી દ્વારા આપવામાં આવેલી મહત્તમ પરવાનગી કરતાં ઓછી ટીઈઆર ચાર્જ કરે છે, જો જીએસટી જેવા વધુ હેડને ટીઈઆર હેઠળ લાવવામાં આવે તો તે ફંડ હાઉસને જ્યાં જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં રેશિયો વધારવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.

Related posts

અદાણી એન્ટરપ્રાઈઝિસ સહિતના શેરોમાં ઓચિંતો વધારો

aapnugujarat

સેબીએ ગ્રાહકો પાસેથી રોકડ લેવા પર પ્રતિબંધ મૂકાયો

aapnugujarat

शहरी गैस नेटवर्क विस्तार में 1.2 लाख करोड़ रुपए निवेश की योजना : प्रधान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1