Aapnu Gujarat
બિઝનેસ

અદાણીના હાથમાંથી વધુ એક મોટી ડીલ ગઈ

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. 24 જાન્યુઆરી, 2023ના રોજ અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ પ્રકાશિત થયો ત્યારબાદ તેઓ દરરોજ ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં એક પછી એક ડીલ પણ તેમના હાથમાંથી સરકી રહી છે. એક મહિનાની અંદર, અદાણી અબજોપતિઓની યાદીમાં બીજા સ્થાનેથી ચોથા, પછી 10મા, પછી 20મા અને પછી 25મા ક્રમે સરક્યા છે. આ સાથે જ તે વિશ્વના ટોપ-25 અમીર લોકોની યાદીમાંથી પણ બહાર થઇ ગયા છે.

ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, ગૌતમ અદાણીને ગઈકાલે મોટો આંચકો લાગ્યો હતો અને તેણે $6 બિલિયનથી વધુની સંપત્તિ ગુમાવી હતી. શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન ફરી એકવાર તેની તમામ 10 કંપનીઓના શેર લાલ નિશાન પર ટ્રેડ થયા હતા.
ગૌતમ અદાણીની નેટવર્થ સતત ઘટી રહી છે તો બીજી તરફ તેમના હાથમાંથી એક પછી એક મોટી ડીલ રદ્દ રહી છે. તેમના દ્વારા લેવામાં આવેલા પગલા સાથે, તેમની જે ડીલ પૂર્ણ થવાના તબક્કે હતી તે પણ હાથમાંથી નીકળી રહી છે. તાજેતરમાં જ ઓરિએન્ટ સિમેન્ટ સાથે સંબંધિત છે. એક અહેવાલ અનુસાર, સીકે ​​બિરલા ગ્રૂપની કંપની ઓરિએન્ટ સિમેન્ટે અદાણી પાવર મહારાષ્ટ્ર સાથેની ડીલને રદ્દ કરી છે.

સૌથી વધુ ઘટાડો અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટના શેરમાં જોવા મળ્યો હતો. શેરોમાં ઘટાડાને કારણે તેમની નેટવર્થ $43.4 બિલિયન થઈ ગઈ અને તે અમીરોની યાદીમાં વધુ એક સ્થાન સરકીને 26મા નંબરે આવી ગયા છે.

હિન્ડનબર્ગ પછી વિકીપીડિયાના રિપોર્ટના પગલે અદાણીની મુસીબતો વધી છે. અદાણીએ શેરમૂલ્યમાં ભારે ઘસારાના લીધે તેની વૃદ્ધિના આયોજનને બ્રેક મારવાની ફરજ પડતા બે ડીલ રદ કરી છે. વિકીપીડિયાએ અદાણી પર આરોપ લગાવ્યો છે કે લગભગ એક દાયકાથી અદાણી જૂથને લઈને જુદા-જુદા પ્લેટફોર્મ પર વધારી વધારીને લખવામાં આવ્યું છે. વિકીપીડિયાના દાવા મુજબ આ માટે સાક પપિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ 40થી વધુ સાક પપિટ કે અઘોષિત રીતે પેડ રાઇટર્સે અદાણી કુટુંબ અને તેના કૌટુંબિક કારોબારો પર નવ લેખ લખ્યા અથવા તો રિસર્ચ આર્ટિકલ પ્રકાશિત કર્યા.

Related posts

चाइनीज ई-कॉमर्स कंपनियों से खरीदारी पर लग सकता है 50% ज्यादा टैक्स

aapnugujarat

દલાલ સ્ટ્રીટમાં હાલ ઉથલપાથલ રહેશે : વેપારી વધુ સાવધાન થયા

aapnugujarat

Gold prices jumps up over 40,000 per 10 gms

aapnugujarat

Leave a Comment

UA-96247877-1