Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

વૈશ્વિક અર્થતંત્રને 1.30 ટ્રિલિયન ડોલરનો ફટકો

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ૨૦૨૨માં વૈશ્વિક અર્થતંત્રને ૧.૩૦ ટ્રિલિયન ડોલરનો ફટકો પડયો છે. જર્મન ઈકોનોમિક ઈન્સ્ટિટયૂટના અભ્યાસ પ્રમાણે, યુદ્ધની સૌથી ગંભીર અસર પશ્ચિમી દેશોને થઈ છે કારણ કે તેમણે તેમના વૈશ્વિક ઉત્પાદનમાં ૬૫ ટકા નુકસાન ભોગવ્યું છે, એમ ચીનની એક સમાચાર સંસ્થા દ્વારા આ અભ્યાસની માહિતી અપાઈ હતી.

વૈશ્વિક અર્થતંત્ર પર યુદ્ધના ગંભીર પરિણામ જોવા મળ્યા છે. ઊર્જા તથા કાચા માલના પૂરવઠાની ખેંચે વિશ્વભરમાં કંપનીઓ પર દબાણ આણ્યું છે.
યુરોપના સૌથી મોટા અર્થતંત્ર જર્મનીમાં ઊર્જાના ઊંચા ભાવને કારણે ફુગાવો ૨૦૨૨માં એક તબક્કે ૧૦ ટકા જેટલો ઊંચો જોવા મળ્યો હતો. જાન્યુઆરીમાં ફુગાવો ૮.૭૦ ટકા પર સ્થિર થયો હતો.ઊર્જાના ઊંચા ખર્ચને કારણે ઉત્પાદન સ્તરે આંચકા લાગ્યા હતા. આ એક એવો બોજો હતો જે અનેક કંપનીઓ માટે અસહ્ય હતો.

ઊંચા ફુગાવાને કારણે પરિવારોની ખર્ચશક્તિ ઘટી ગઈ હતી અને તેને કારણે ઉપભોગ પર કાપ મૂકવો પડયો હતો, એમ પણ રિપોર્ટમાં જણાવાયું છે.વૈશ્વિક અનિશ્ચિતતા તથા ઊંચા ભાવને કારણે કંપનીઓ રોકાણ કરવાથી ખચકાતી હતી. ૨૦૨૩માં પણ બધુ બરોબર થઈ જશે તેવા કોઈ સંકેત જણાતા નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે યુદ્ધને એક વર્ષ પૂરુ થવાની તૈયારીમાં છે, ત્યારે ક્રુડ ઓઈલના ભાવ હજુ પણ ઊંચા પ્રવર્તી રહ્યા છે. રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે ક્રુડ ઓઈલ સહિતના કેટલાક માલસામાનનો પૂરવઠો ધીમો પડી ગયો છે.

એક વર્ષ બાદ પણ બન્ને દેશો એકબીજા સામે ઝૂકવા તૈયાર હોવાનું જણાતું નથી ત્યારે તાજેતરમાં અમેરિકન પ્રમુખ જો બાઈડને યુક્રેનની લીધેલી અચાનક મુલાકાતથી સ્થિતિ વધુ વણસવાના સંકેત મળી રહ્યા છે.

Related posts

ઓપેકમાંથી બહાર થશે કતાર

aapnugujarat

अफगानिस्तान के खोस्त प्रांत में हक्कानी नेटवर्क के 12 कमांडर ढेर

aapnugujarat

उत्तर कोरिया के मिसाइल कार्यक्रम में सिक की भूमिका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1