Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનમાં ૬.૩ તીવ્રતાના ભૂકંપના આંચકાથી ખભળભાટ

હાલ પાકિસ્તાનના લોકોને હવે કુદરત પણ ડરાવવા લાગી છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ રાજધાની ઈસ્લામાબાદ અને પંજાબ પ્રાંતમાં આવ્યો છે. પાકિસ્તાનના હવામાન વિભાગે જણાવ્યું કે આ ભૂકંપ બપોરે ૧૨.૫૪ કલાકે આવ્યો હતો અને તેની તીવ્રતા ૬.૩ હતી. માહિતી મળી રહી છે કે ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તાનમાં ક્યાંક હતું અને ઊંડાઈ ૧૫૦ કિમી હતી.
નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર અનુસાર, હજુ સુધી કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી. ઈસ્લામાબાદના એક પત્રકારે ટિ્‌વટર પર જણાવ્યું કે, મને ઈસ્લામાબાદમાં ભૂકંપના ખૂબ જ તીવ્ર આંચકા અનુભવાયા. હું આશા રાખું છું કે દરેક સુરક્ષિત છે. ભૂકંપની ઊંડાઈ ૧૦ કિમી હોવાનું કહેવાય છે અને તેનું કેન્દ્ર ઇસ્લામાબાદથી ૩૭ કિમી પશ્ચિમમાં હતું.
પાકિસ્તાની મીડિયાએ જણાવ્યું છે કે પાકિસ્તાન, તાજિકિસ્તાન સિવાય ઈરાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા ૫ જાન્યુઆરીએ, ઈસ્લામાબાદ અને લાહોર સહિત પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા (દ્ભઁ) ના ઘણા શહેરોમાં ૫.૮-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આપને જણાવી દઈએ કે તાજેતરમાં રાજધાની દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હીમાં લગભગ ૩૦ સેકન્ડ સુધી ધરતી ધ્રૂજતી રહી. દિલ્હી સિવાય રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના ઘણા વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા હતા.
જોકે આ ભૂકંપથી કોઈને નુકસાન થયું નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૮ માપવામાં આવી હતી.

Related posts

China plans to launch 100 satellites into space by 2025

aapnugujarat

We consider Israel an important development partner: PM Modi

aapnugujarat

સેક્સ વર્કર સાથે સંબંધ બાંધતા સમયે કોન્ડોમ કાઢી નાખ્યો, યુવકને થઈ ૧૨ વર્ષની જેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1