Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં પુત્રએ કરી પિતાની હત્યા

સુરતના અમરોલી વિસ્તારમાં આજે અત્યારની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા મટી જવા પામી હતી. જો કે અહીંયા આગળની હત્યા અન્ય કોઈ નહીં પણ પુત્ર દ્વારા કરવામાં આવી હતી. સામાન્ય બાબતે પિતા અને પુત્ર વચ્ચેનો ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે આવેશમાં આવેલા પુત્રએ પથ્થર મારી પિતાની હત્યા કરી નાખી હતી. અસ્થિર મગજના પુત્રએ પિતાની હત્યા કરી હોવાની જાણકારી મળતા અમરોલી પોલીસ ઘટના કરે દોડી ગઈ અને મામલે તપાસ શરૂ કરી હતી.
સુરતમાં સતત હત્યાઓની ઘટના સામે આવતી હોય છે, ત્યારે આજરોજ વધુ એક હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. અમરોલી છાપરાભાટા વિસ્તારમાં અત્યારની ઘટનાને લઈને લોકો વિચારમાં પડી ગયા હતા. વૃંદાવન સોસાયટીમાં આવેલા હરીદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા ૫૪ વર્ષીય આધેડ હત્યા કર્યા હોવાની જાણકારી મળતાની સાથે અમરોલી પોલીસ તાત્કાલિક ઘટના મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પોલીસને જાણકારી મળી હતી કે, આજે અન્ય કોઈ નહીં પણ તેના પુત્ર દ્વારા કરવામાં આવી છે પિતા પુત્ર વચ્ચે લાઈટ ચાલુ બંધ કરવા બાબતે થયેલા ઝઘડામાં ઉતરે એટલો ઉગ્ર થઈ ગયો હતો જેને લઈને પોતાની પાસે રહેલા પથ્થર પિતાના માથામાં મારી દેતા તેમનું ઘટના સ્થળે પ્રાણ પ્રખેડુ ઉડી ગયું હતું. પુત્ર દ્વારા પિતાની હત્યા કરવામાં આવી હોવાની જાણકારી મળતા પોલીસે ઘટના સ્થળે પહોચીને કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે તાત્કાલિક પોલીસે આ મામલે અત્યારે આ પુત્રની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરતાં પુત્ર અસ્થિર મગજનો હોવાને લઈ આવેશમાં આવીને આ પગલું ભર્યું હોય તેવી વિગતો સામે આવતા પોલીસે હવે આમ અમને ગુનો દાખલ કરી બધું તપાસ શરૂ કરી છે. અત્યારની ઘટના સામે આવતા ની સાથે જ સમગ્ર વિસ્તારમાં ચર્ચા સાથે દરનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે થોડા સમય પહેલા જ આ વિસ્તારમાં એક સાથે ત્રણ હત્યાની ઘટનાઓ પણ બનવા પામી હતી.

Related posts

કમળ શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિનું પ્રતિક : પંડ્યા

aapnugujarat

‘બળાત્કાર મુક્ત’ ભારત બનાવવા માટેનાં રાષ્ટ્રીય અભિયાનની ગુજરાતમાં શરૂઆત

aapnugujarat

CM e-launches Gujarat dyestuff manufacturing association’s directory- web portal mobile application

editor

Leave a Comment

UA-96247877-1