Aapnu Gujarat
શિક્ષણ

અમદાવાદ સ્કૂલ બોર્ડની શાળાઓ સોલાર પેનલથી સુસજ્જ થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓને હવે સોલાર પેનલથી સજ્જ કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જે માટે સ્કૂલબોર્ડના બજેટમાં ૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી ૨૦૩૬માં અમદાવાદમાં ઓલમ્પિક યોજાય તેવી તૈયારીઓ અગાઉથી તંત્ર દ્વારા ચાલી રહી છે ત્યારે તેના ભાગરુપે જ શહેરની એલિસબ્રિજની શાળામાં સ્પોર્ટસ સંકુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદનું વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ ૪ કરોડના વધારા સાથે ૧૦૭૧ કરોડ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટમાં સ્કૂલબોર્ડની શાળાઓને સોલાર પેનલ લગાવવાનું આયોજન છે. આ અંગે સ્કુલ બોર્ડના ચેરમેન ડો. સુજોય મહેતાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્કીલ ડેવલપ કરવા ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ દરમિયાન પરંપરાગત વ્યવસાયો શીખે અને તેમના વિવિધ સ્કીલ વિકસે, ટેકનીકલ શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુથી વિદ્યાર્થીને આત્મનિર્ભર બનાવવાની તક પુરી પાડવામા ંઆવશે.
આ ઉપરાંત આગામી સમયમાં ઓલમ્પિક ૨૦૩૬માં શહેરનું પ્રતિનિધિત્વ કરે તે સપનુ સાકાર કરવા માટે એલિસબ્રિજ શાળા નંબર ૧૭માં આવેલ સ્પોર્ટસ સંકુલનો વિકાસ કરવામા ંઆવશે. સાથે સાથે વિદ્યાર્થીઓને સ્કીલ ડેવલપમેન્ટ શિક્ષણની સાથે સાથે કરાટે અને યોગની તાલીમ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે માટે ૨૫ લાખની જોગવાઈ કરવામાં આવી છે. બાળકોને રમતગમત ક્ષેત્રે પ્રશિક્ષણ માટે ૫૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેથી બાળકો માટો સારી એવી વ્યવસ્થા કરી શકાશે.આ ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ થાય તેવી નીતી બનાવવામાં આવી છે. સૌર ઉર્જાએ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. તેનો મહત્મ ઉપયોગ મ્યુનિસપલ શાળામાં થાય તે માટે પ્રારંભિક તબક્કે વીજ વપરાશ ધરાવતી મ્યુનિસિપલ શાળાઓમાં ૧ કરોડના ખર્ચે સોલાર પેનલ નાખવામાં આવશે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓના માનસિક, શારીરિક અને સર્વાંગી વિકાસ થાય તેના પર ભાર મુકવામાં આવશે. જે માટે માતૃભાષા સજ્જતા કાર્યક્રમ, શાલાઓમાં સ્વચ્છતા , શ્રીમદ ભાગવદ ગીતા સાર અને શ્લોક લેખન પઠન જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

Related posts

કેનેડામાં ભણવાના ચક્કરમાં 700 ભારતીયો સાથે ફ્રોડઃ ડિપોર્ટ કરવાના બદલે કેનેડા ચાન્સ આપશે

aapnugujarat

સારું શિક્ષણ આપનારા રાજ્યોને ૨૦ ટકા વધુ ગ્રાન્ટ ફાળવાશે

aapnugujarat

આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

editor

Leave a Comment

UA-96247877-1