Aapnu Gujarat
ગુજરાત

પાટણા ગામના રત્ન કલાકારે ઝેરી દવા પી મોત વ્હાલું કર્યું

વ્યાજના વિષચક્રમાં ફસાઈને અનેક પરિવારના મોભીઓ જીવન ટૂંકાવતા હોય છે પરંતુ વ્યાજક વાદના અજગર ભરડામાં સપડાયેલા મોભી જીવન ટૂંકાવ્યા બાદ પરિવારની જે હાલત હોય છે તે જોઈને ભલભલા કઠણ કાળજાના માનવીઓની આંખોના ખૂણાઓ પણ ભીના થતા હોય છે. આવી જ એક ઘટનાનું પુનરાવર્તન બોટાદ જિલ્લાના ઢસા તાલુકાના પાટણા ગામેની ઘટનાથી ગરીબ પરિવારને માળો વિખાઈ જવા પામ્યો છે. બે બે જુવાન જોધ દીકરીઓ પિતાની છત્રછાયા ગુમાવી એકમાત્ર માતાનો સહારો વધતા વ્યાજખોરો સામે ફિટકારની લાગણીઓ વરસી રહી છે.
વ્યાજકવાદમાં ફસાઈને ઝેરી દવા પી મોત વહાલું કરનારા રત્ન કલાકાર અશોક નાનજીભાઈ રાઠોડની કહાની ખરેખર રોવડાવી નાંખે તેવી છે. ઘરની પરિસ્થિતિ જોતા ટકનું લાવીને ટકનું ખાતા પરિવારનો મોભી અશોક રાઠોડ એક મહિલા સહિત ચાર વ્યાજ ખોરોના ચૂંગલમાં ફસાઈને વ્યાજંકવાદના અજગર ભરડામાં સપડાયા બાદ વ્યાજ ખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત થઈને ઝેરી દવા પી જતા જુવાન જોધ બે દીકરી અને પત્નીને વિલાપ કરતા છોડીને ચાલ્યા ગયા હતા. રત્ન કલાકાર અશોક રાઠોડના પાછળ બે દીકરીઓ અને પત્નીઓના વિલાપ કરતા ચહેરા જોઈને વ્યાજખોરો સામે રોષની લાગણીઓ ઉભી થઈ રહી છે.
વ્યાજકવાદમાં ફસાઈને મોત મીઠું કરનાર રતન કલાકાર અશોક રાઠોડની દીકરી જણાવે છે કે પઠાણી ઉઘરાણીથી રત્ન કલાકાર અશોક રાઠોડ છેલ્લા ઘણા સમયથી માનસિક યાતના ભોગવતા હતા અને વ્યાજખોરો દ્વારા અપાતા ત્રાસને કારણે વ્યાજની ચુંગલમાં ઊંડા ઉતરી ગયા હતા. અશોક રાઠોડ વ્યાજખોરોના ત્રાસથી મોત મીઠું કરીને બે દીકરીઓ અને પત્ની વ્યાજખોરો સામે હૈયાવરાળ ઠાલવી રહી છે.વ્યાજના અજગર ભરડામાં અનેક માનવ જિંદગીઓ હોમાયા બાદ રત્નકલાકાર અશોક રાઠોડ ની જિંદગી ઝેરી દવા પીને મોતને ભેટવાથી પરિવારની આર્થિક સ્થિતિ અતિ નબળી અને દારુણ સ્થિતિ જોઈને વ્યાજખોરો સામે પોલીસ તંત્ર વધુ કડકાયથી કામ લઈને અન્ય વ્યાજના વિષચક્રમાં સપડાયેલા પરિવારોનો માળો ન વિંખાઈ તેની ખાસ તકેદારી રાખે

Related posts

भुज में एक हिंदु संगठन द्वारा नवरात्रि पर्व दौरान मुस्लिम कलाकारों की प्रस्तुति पर लगाई रोक

aapnugujarat

જીત બાદ ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓનો આભાર માન્યો

aapnugujarat

ગ્રામ્ય મહિલા પોલીસ મથક બોપલમાં શરૂ થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1