Aapnu Gujarat
ગુજરાત

ભાવનગર શહેરની મોટાભાગની કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ

તક્ષશિલા અગનકાંડના પોણા ચાર વર્ષ બાદ પણ હજુ અનેક નગરો અને મહાનગરોમાં તંત્ર કોઈ નવી કરુણાંતિકાની રાહ જોતું બેઠું હોય તેવું લાગી રહ્યું છે. આપણા રાજ્યમાં આઉટઓફ ડેટ વાહનોને બદલવાની વાતો થઈ રહી છે પરંતુ શહેરોની અનેક બિલ્ડિંગોમાં આઉટ ઓફ ડેટ થયેલા ફાયર સેફ્ટીના સાધનોને બદલવાનું ન તો સરકારી રાહે કોઈને સૂઝી રહ્યું કે નતો સંસ્થાકીય રાહે કોઈના દિમાગમાં વિચાર ઝબકી રહ્યો છે. ફાયર સેફ્ટી મામલે ભાવનગર શહેરમાં સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે શહેરની મોટાભાગની કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે.આપણા રાજ્યમાં આઉટઓફ ડેટ વાહનોને બદલવાની વાતો થઈ રહી છે પરંતુ શહેરોની અનેક બિલ્ડિંગોમાં આઉટ ઓફ ડેટ થયેલા ફાયર સેફ્ટીના સાધનોને બદલવાનું ન તો સરકારી રાહે કોઈને સૂઝી રહ્યું કે નતો સંસ્થાકીય રાહે કોઈના દિમાગમાં વિચાર ઝબકી રહ્યો છે. ભાવનગરની અનેક સરકારી કચેરીઓમાં શોભાના ગાંઠિયા સમાન ફાયર સેફ્ટીના સાધનો છે. હાલ ભાવનગરની દરેક સરકારી કચેરી જેમ કે જિલ્લા સેવા સદન બહુમાળી કચેરી, તાલુકા પંચાયત કચેરી, જિલ્લા પંચાયત કચેરી, મહાનગરપાલિકાના અર્બન સેન્ટર સહિતના સરકારી કચેરીઓમાં ફાયર સેફટી ના સાધનો એક્સપાયરી ડેટ થઈ ચૂક્યા છે તેમ છતાં પણ જવાબદાર અધિકારીઓ પોતાની જવાબદારી લેવા માટે તૈયાર થઈ રહ્યા નથી. તો આ તરફ ભાવનગર શહેરના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પણ આ બાબતે જાણે નરમ વલણ રાખી રહ્યા હોય તેવું લાગી રહ્યું છેભાવનગર શહેરમાં મનપાનાં ફાયર ઓફિસર દ્વારા દરેક સરકારી કચેરીઓમાં ફાયર સુવિધા લગાવવા માટે નોટિસો આપવામાં આવી છે તો બીજી તરફ સરકારી વિભાગના જવાબદાર અધિકારીઓ જ ફાયર ફીટીંગ તેમજ એક્સપાયરી ડેટ થઈ ચૂકેલા ફાયર સેફટીના સાધનો રીફીલ કરાવવા માટે પણ બેદરકારી દાખવી રહ્યા છે. ફાયર સુવિધાના મામલે તાલુકા પંચાયત કચેરી ભાવનગર ની સૌથી વધુ ખરાબ હાલત જોવા મળી રહી છે. ફાયર સેફટીના નવા નકોર સાધનો ત્રણ વર્ષથી એક ખૂણામાં ખડકી દેવામાં આવ્યાં છે પૂરું સરકારી બિલ્ડીંગ ફાયર સુવિધા વગર ચાલી રહ્યું છે ભાવનગર શહેરની મોટાભાગની કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવશહેરમાં મોટાભાગની સરકારી કચેરી અને ખાનગી શાળા તેમજ અન્ય સ્થળો એ ફાયરની સુવિધા છે જ નહીં, તેમ છતાં શહેરમાં તંત્ર આ તમાશો જોઈને બેઠું છે તેમ લાગી રહ્યું છે. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનું કહેવુ છે કે, તેમની ફરજ માત્ર આગ લાગ્યા બાદ ઓલવાની છે. આઉટ ઓફ ડેટ થયેલા ફાયરના સાધનો બદલી નાખવાનું કામ તેમના કાર્યક્ષેત્રમાં આવતું નથી. સરકારી કચેરીઓમાં જ આ પ્રકારની બેદરકારી સરકાર કેમ ચલાવી રહી છે, શું કોઈ આગ લાગવાની દુર્ઘટના બનશે અને કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે જ ભાવનગર મનપાનું તંત્ર અને જવાબદાર અધિકારીઓ જાગશે તેવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે.

Related posts

લીંબડી ખાતે વિકાસ કાર્યોનું કિરીટસિંહ રાણાના હસ્તે લોકાર્પણ કરાયું

aapnugujarat

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી માહોલ ગુલાબી

aapnugujarat

રાજપીપળા શહેરમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તકલીફો છતાં કોઈ સાંભળનાર નથી !

aapnugujarat

Leave a Comment

UA-96247877-1