Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

તાઈવાને સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બનાવ્યાનો ખુલાસો

ચીને તાજેતરમાં જ તાઈવાન પર હુમલાની ચેતવણી આપી હતી. ચીન વિશ્વમાં સૌ ને આંખ બતાવતુ આવ્યુ છે. ભારતીય સેના સાથે પણ ચીનની અથડામણ થઈ હતી. ભારતે પોતાની અગ્નિ-૫ મિસાઈલનું સફળ પરીક્ષણ કરી લીધુ છે. જે બાદ હવે તાઈવાનના રિસર્ચ યુનિટના પૂર્વ પ્રમુખે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યુ કે તાઈવાને સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બનાવી લીધી છે. ક્રૂઝ મિસાઈલની મદદથી તેઓ ૧ કિલોમીટર સુધી હુમલો કરી શકે છે. આ મિસાઈલ એટલી સક્ષમ છે કે તાઈવાનથી સીધી બીજિંગ સુધી હુમલો કરી શકે છે. આ મિસાઈલને તાઈવાનમાં હથિયાર બનાવનારી કંપની નૈશનલ ચૂંક શાને બનાવી છે. આ મિસાઈલને તાઈવાનના યૂન ફેંગ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે. આ મિસાઈલ મેક ૩ ની સુપરસોનિક ગતિથી હુમલો કરવામાં સક્ષમ છે. આની ઝડપ એટલી વધુ છે કે આને ઈન્ટરસેપ્ટ કરવી સરળ નથી. સુપર સોનિક મિસાઈલ પહેલા માત્ર અમેરિકા અને રશિયા પાસે જ હતી. આ મિસાઈલને બનાવવા પાછળ પૂર્વ રાષ્ટ્રપતિ લી તેંગનો ફાળો હતો.
આ પ્રોજેક્ટને વચ્ચે જ બંધ કરી દેવાયો હતો. તાઈવાનની સેનાને વિશ્વાસ જ નહોતો કે ઈન્સ્ટિટ્યુટ ક્રૂઝ મિલાઈલ પણ બનાવી શકે છે. જોકે લી બાદ રાષ્ટ્રપતિ બનેલા શુઈ બિયાને પોતાના કાર્યકાળમાં આ ઈન્સ્ટિટ્યુટની બીજીવાર મુલાકાત લીધી અને આ પ્રોજેક્ટને મંજૂરી આપી. તાઈવાનના નેતા યૂ સી કૂને પણ પોતાના ઓનલાઈન ભાષણમાં કહ્યુ હતુ. આ મિસાઈલ ૧૦૦૦ કિલોમીટર સુધી હુમલો કરી શકે છે.
યૂ ને કહ્યુ, તાઈવાન ચીન પર હુમલો નહીં કરે પરંતુ ચીને તાઈવાન પર હુમલો કર્યા પહેલા એ ધ્યાન રાખવુ પડશે કે તાઈવાન બીજિંગને નિશાન બનાવી શકે છે. તેમણે ખુલાસો કર્યો કે આ મિસાઈલનું સત્તાકીયરીતે હવે મોટા પાયે ઉત્પાદન શરૂ થઈ ગયુ છે.

Related posts

20 जनवरी को राष्ट्रपति का कार्यभार संभालेंगे बाइडन

editor

પાકિસ્તાને નવ સ્થળ પર તેના પરમાણુ હથિયારોને રાખ્યા છે : હેવાલ

aapnugujarat

7.3 magnitude earthquake hits Wau, Papua New Guinea

editor

Leave a Comment

UA-96247877-1