Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં યુવકને છરીના ઘા મારી પતાવી દેવાયો

અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવો સામે આવ્યો છે, જેમાં પ્રેમ પ્રકરણમાં છરીના ઘા ઝીંકીને એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. બહેરામપુરા વિસ્તારમાં રહેતા રોનક સોલંકી નામના ૨૩ વર્ષીય યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. રોનક સોલંકી ૧૪ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે નોકરી પર જવા માટે નીકળ્યો હતો, પરંતુ તે જીવિત ઘરે પરત ફર્યો ન હતો.સાંજના સમયે તેની માતાને એક વ્યક્તિએ આવીને જણાવ્યું હતું કે, તેમના દીકરા રોનકને જમાલપુર રોડ ઉપર અજાણ્યા વ્યક્તિએ તીક્ષણ હથિયારના ઘા માર્યા છે, જેથી યુવકની માતા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં જઈને જોતા તેઓનો દીકરો રોનક સોલંકી શીફા હોસ્પિટલ ખાતે બેભાન અવસ્થામાં હતો. જે બાદ ત્યાંથી તેને એલ.જી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને મૃતક યુવકના માતાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી, જોકે સારવાર દરમિયાન જ યુવકનું મોત નીપજતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મહત્વનું છે કે યુવક પર હુમલો કરવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં એક ઈસમ તેની પાસે આવીને તેને શરીરના અલગ-અલગ ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલાઓ કરતો નજરે પડ્યો હતો. હુમલાની સમગ્ર ઘટના બહેરામપુરા બિસ્મિલ્લા નગરની ચાલીના જાહેર રોડ ઉપર બન્યો હોવાથી પોલીસે આરોપીને પકડવા માટે આસપાસના લોકોના નિવેદન લેવાની પણ પ્રક્રિયા હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં રોનક સોલંકી નામના યુવકની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું ખુલ્યું છે, જેથી પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન તેના મિત્રોના નિવેદન અને આરોપીને પકડવા માટે તજવીજ તેજ કરી છે, ત્યારે આ ગુનામાં આરોપીના પકડાયા બાદ જ હત્યા પાછળનું સાચું કારણ જાણી શકાશે. મહત્વનું છે કે કાગડાપીઠ વિસ્તાર માં ૨ દિવસ પેહલા પણ પ્રેમ પ્રકરણમાં ફરિયાદીને માર મારવામાં આવ્યો હતો.

Related posts

માર્ગોને થયેલા નુકસાનની યુદ્ધના ધોરણે મરામત શરૂ

aapnugujarat

લીંબડીના પાંદરી ખાતે વિધવા સહાય માટેના હુકમ અર્પણ

editor

એરપોર્ટ ઉપર ટર્મિનલ-૨માં ગેટનો કાચ તોડીને કાર ઘૂસી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1