Aapnu Gujarat
ગુજરાત

માર્ગોને થયેલા નુકસાનની યુદ્ધના ધોરણે મરામત શરૂ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના આઠ મહાનગરોમાં આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદથી શહેરી માર્ગોને થયેલા નુકશાનની યુદ્ધના ધોરણે મરામત કામગીરી ૨૦ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા તંત્રવાહકોને તાકીદ કરી છે. મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યના આઠેય મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરના મેયર-સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી મહાનગરોની માર્ગોની સ્થિતિ, થઈ રહેલા મરામત કામોનો જાયજો મેળવ્યો હતો. વિજય રૂપાણીએ ગુજરાતમાં સારા રસ્તા, સારી સ્વચ્છતા, સારી વ્યવસ્થાની જે આગવી છાપ જનમાનસમાં છે તે સતત જળવાઈ રહે અને નગરજનોને રસ્તા માર્ગોની મરામત, પેચવર્ક, રિપેરીંગ થઈ રહ્યા છે તેની સતત અને પ્રત્યક્ષ અનુભુતિ થાય તે રીતે તંત્રવાહકો આપત્તિને અવસરમાં પલટાવી કાર્યરત થાય તેવો અનુરોધ કર્યો હતો. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સાફ શબ્દોમાં જણાવ્યું કે, માર્ગો મરામતના કામો સમયસર અને ગુણવત્તાયુક્ત પૂર્ણ થાય તે અતિ આવશ્યક છે. ગુણવત્તા પ્રત્યે નિષ્કાળજી-બેદરકારી દાખવનારા ઈજનેરી અધિકારીઓની જવાબદારી ફીક્સ કરી તેમની સામે યોગ્ય પગલાં લેવાશે. મુખ્યમંત્રીએ મ્યુ. કમિશનરો, નાયબ કમિશનરો અને ઉચ્ચ અધિકારીઓ પણ આવા મરામત કામોની સ્થળ મુલાકાત લઈને જાતે નિરીક્ષણ કરવા તાકીદ કરી હતી. મહાનગરોનાં માર્ગોમાં થયેલા ખાડા ૧૦ દિવસમાં પેચવર્ક, રિસરફેસથી પૂરીને પૂર્વવત સ્થિતિ લાવવાની તેમણે સ્પષ્ટ સુચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ શહેરી માર્ગો, સોસાયટીના રસ્તાઓ ત્વરાએ મરામત માટે વોર્ડ વાઈઝ કોર્પોરેટરો અને મહાપાલિકાના અધિકારીઓ સાથે બેસીને નુકશાન પામેલા માર્ગોનું પ્રાયોરિટી લિસ્ટીંગ તથા થઈ રહેલા કામોની પ્રગતિની સમીક્ષા નિયમીત પણે કરે તેવી સુચના આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચૂંટાયેલા પદાધિકારીઓ પણ પોતાના વોર્ડ, વિસ્તારના માર્ગોના મરામત કામોના સ્થળે જઈને કામગીરી નિરીક્ષણ કરે તેમ મેયરો-સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષોને સુચવ્યું હતું. આગામી દિવાળી પહેલાં નગરોના રસ્તા, સોસાયટી, ગલી-કુચીના માર્ગો પણ પેચવર્ક, રિસરફેસ અને રિપેરીંગથી પહેલા જેવા જ બની જાય તેની તકેદારી રાખે તેમ તેમણે ઉમેર્યું હતું. નીતિન પટેલે જનભાગીદારી વાળી યોજનાઓ પણ શરૂ કરવા અને જે મરામત કામોના ટેન્ડર આખરી થાય કે તુરત જ કામ શરૂ કરાવી દેવા તંત્રવાહકોને સુચનાઓ કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ ડા.જે.એન.સિંહે શહેરી વિકાસ વિભાગ દ્વારા મહાનગરોને રસ્તા રિપેરીંગ હેતુથી ફાળવાયેલ ગ્રાન્ટની રકમ અને તે અંતર્ગત થયેલા કાર્યોની સમીક્ષા કરી હતી.

Related posts

સી.કે.પટેલ ભાજપનાં એજન્ટ : મનોજ પનારા

aapnugujarat

पैसे के लिए दो परप्रांतीय शख्सों का मर्डर करनेवाला गिरफ्तार

aapnugujarat

શ્રી દંઢાવ્ય પરગણા સતવારા કડિયા કેળવણી ઉતેજક મંડળ દ્રારા આયોજીત ૩૩મો સમૂહ લગ્નોત્સવ સોજા મુકામે યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1