Aapnu Gujarat
ગુજરાત

દ્વારકામાં પબુભા, કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજા અને વાંસદામાં અનંત પટેલની જીત

વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં પોરબંદરની કુતિયાણા બેઠક પર ચોપાંખિયો જંગ ખેલાયો હતો, જેમાં કાંધલ જાડેજાનો વિજય થયો છે. આ વખતે અહીં ભાજપ, કોંગ્રેસ, છછઁ ઉપરાંત સમજવાદી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા અને એ બીજુ કોઈ નહીં પરંતુ કુતિયાણાના બાહુબલી નેતા કાંધલ જાડેજા હતા. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કાંધલ જાડેજાને કુતિયાણાના કિંગ બનતાં રોકવા માટે બાહુબલી પરિવારના પૂત્રવધુને ઢેલીબેન ઓડેદરાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે નાથા ઓડેદરા અને આમ આદમી પાર્ટીએ ભીમા મકવાણાને ટિકિટ આપી હતી. જે બધાને પરાજય આપી દંબગ અને બાહુબલી ગણાતા કાંધલ જાડેજાનો વિજય થયો છે.
દ્વારકા વિધાનસભા બેઠક પણ આ મહત્વની વિધાનસભા બેઠકો પૈકીની એક હતી. આ બેઠક પર ભાજપના બહાબલી ધારસભ્ય પબુભાનો વિજય થયો છે. ભાજપનો અભેદ્ય ગઢ ગણાતી દ્વારકા બેઠક પર કબજો કરવા માટે અને સાત વખત ધારાસભ્યની ચૂંટણી જીતેલા કદાવર નેતા પબુભા માણેકને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટીએ લખમણ નકુમને ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા, જ્યારે કોંગ્રેસ મુળુ કંડોરિયાને ટિકિટ આપી હતી. ગુજરાતના ચૂંટણી જંગમાં આ વખતે પણ ભાજપે પબુભા વિરમભા માણેકને ઉમેદવાર બનાવ્યા હતા. ૨૦૧૭ની ચૂંટણીમાં પબુભા માણેકે કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરૈયાને હરાવ્યા હતા. પબુભાને ૭૩,૪૩૧ મત મળ્યા હતા, તેમની સામે કોંગ્રેસના ઉમેદવારને ૬૭,૬૯૨ મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારની આ બેઠક પર ૫૭૩૯ મતોથી હાર થઇ હતી. ૨૦૧૭માં થયેલી ચૂંટણીમાં ભાજપના નેતા પબુભા માણેક ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ૨૦૧૭ની વિધાનભાની ચૂંટણીમાં એક ડઝનથી વધુ ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ માત્ર ભાજપના ઉમેદવારનો જ વિજય થયો હતો. છેલ્લી ૬ ટર્મથી પબુભા માણેકને કોઈ હરાવી શક્યું નથી.
વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં નવસારીની વાંસદાબેઠક પર ત્રીપાંખિયો જંગ ખેલાયો હતો, જેમાં કોંગ્રેસના દંબગ છાપ ધરાવતા નેતા અનંત પટેલનો વિજય થયો છે. કારણ કે આ વખતે અહીં ભાજપ, કોંગ્રેસ તેમજ છછઁ પાર્ટીએ પણ પોતાના ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા જેમાં ભાજપે પિયુષ પટેલને રાજકીય મેદાને ઉતાર્યા હતા જ્યારે અનંત પટેલને કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીએ પંકજ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા હતાં. તેમને જણાવી દઈએ કે, વાંસદા-૧૭૭ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.
વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે તેમજ ભાજપ સાથે છેડા ફાડીને અપક્ષમાં ચૂંટણી લડેલા મધુશ્રીવાસ્વની હાર થઈ છે અહી, ભાજપ, કોંગ્રેસ અને આમ તેમજ અપક્ષ ઉમેદવારો વચ્ચે રાજકીય જમંગ જામી હતી જેમાં અપક્ષ ઉમેદાવર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે.
ભાવનગર ગ્રામ્યમાં પરષોત્તમ સોલંકીનો વિજય થયો છે જ્યારે સાવલીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદાવારોને હાર આપી ભાજપના ઉમેદવાર કેતન ઈનામદારનો વિજય થયો છે. તેમજ રાજુલા બેઠક પર ભાજપ ઉમેદવાર હીરા સોલંકીનો વિજય થયો છે

Related posts

૨૬૦ કરોડનાં કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી છ દિવસના રિમાન્ડ પર

aapnugujarat

બીજા સોમવારે શિવ મંદિરમાં શ્રદ્ધાળુ ઉમટ્યા

aapnugujarat

વેલેન્ટાઇન ડેના દિવસે બજરંગદળ-વિહિપ કાર્યકરો દ્વારા પ્રેમીપંખીડાને દોડાવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1