Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારે શ્રદ્ધા વચ્ચે આજે વાર્ષિક અમરનાથ યાત્રા પરિપૂર્ણ થશે

વાર્ષિક અમરનાથ યાત્રા આવતીકાલે સાતમી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે. છેલ્લા ૪૦ દિવસથી અમરનાથ યાત્રા ચાલી રહી હતી. શ્રદ્ધાળુઓની બસ ઉપર હુમલો કરાયો હોવા છતાં તેની કોઇ અસર દેખાઈ ન હતી અને યાત્રા ૪૦ દિવસ સુધી ચાલી છે. આવતીકાલે છડી મુબારકની પૂજા બાદ યાત્રાને પૂર્ણ જાહેર કરવામાં આવશે. અમરનાથ યાત્રા સાતમીએ પૂર્ણ થનાર છે. સાતમી ઓગષ્ટના દિવસે તીર્થ સ્થળમાં છડી મુબારક લાવવામાં આવનાર છે. ત્યારબાદ મંદિરમાં અંતિમ પુજાની સાથે યાત્રાને સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરવામા ંઆવનાર છે. શ્રદ્ધાળુઓને લઇને જતી બસ પર ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હોવા છતાં અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓમાં કોઇ ભય ન હતો. ૨૯મી જુનના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવી હતી. રક્ષા બંધનના દિવસે તેની પુર્ણાહુતિ થનાર છે. છડી મુબારક આવતાની સાથે આ અમરનાથ યાત્રા પૂર્ણ થશે. સાતમી ઓગષ્ટના દિવસે સવારે અંતિમ પુજા કરવામાં આવનાર છે. બલતાલ અને પહેલગામ બન્ને રૂટ ખાતે હેલિકોપ્ટરની સેવા ઉપલબ્ધ હતી. ગુરૂવાર સુધી ૨૫૭૫૮૯ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા હતા. આ વર્ષે ૪૮ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જે પૈકી માર્ગ અકસ્માતમાં ૧૭ના અને ૧૦મી જુલાઇના દિવસે કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. કુદરતી કારણોસર ૨૩ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. શ્રદ્ધાળુઓને સુરક્ષા આપવા માટે સેના, સીઆરપીએફ, સશસ્ત્ર સીમા બળ, ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ અને રાજ્ય પોલીસના ૩૫૦૦૦ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. અમરનાથ યાત્રા બે રૂટ પરથી આગળ વધી રહી હતી. જે પૈકી એક પહેલગામ બેઝ કેમ્પથી ૪૬ કિલોમીટર લાંબા માઉન્ટેન ટ્રેકથી જારી હતી. જ્યારે અન્ય બલતાલ બેઝ કેમ્પથી ૧૪ કિલોમીટર લાંબા ટ્રેક મારફતે પણ યાત્રા જારી હતી.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

एक लाख करोड़ रू. के एग्री इंफ्रा फंड का छोटे किसानों तक पहुंचाएं – तोमर

editor

कश्मीर में आतंकी हमले कराने की फिराक में हैं पाकिस्तान

aapnugujarat

ભાજપ સત્તામાં અમર હોવાના ભ્રમમાં ન રહે : શિવસેના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1