Aapnu Gujarat
બિઝનેસ

ઇન્ક્રીમેન્ટ ઉપર નોટબંધીની અસર નહીંવત રહી : રિપોર્ટ

નોટબંધીના પરિણામ સ્વરુપે આ વર્ષના ઇન્ક્રીમેન્ટ ઉપર કોઇપણ પ્રકારની અસર થઇ નથી. કંપનીઓ દ્વારા પોતાની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને ટકાવી રાખવા માટે પુરતા પ્રમાણમાં પગાર વધારો આપ્યો છે. આ પ્રક્રિયામાં ચાવીરુપ લોકોનો ૨૦ ટકા સુધીનો પગાર વધારો ચુકવવામાં આવ્યો છે. હાલમાં જ કરવામાં આવેલા નવા સર્વેમાં આ મુજબની બાબત સપાટી ઉપર આવી છે. નવેમ્બર ૨૦૧૬ બાદથી એવી અટકળો હતી કે કંપનીઓ દ્વારા ભરતીની પ્રક્રિયાને રોકી દેવામાં આવશે. સાથે સાથે ઇન્ક્રીમેન્ટ પણ પુરતા પ્રમાણમાં આપવામાં આવશે નહીં પરંતુ હાલમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો પણ કરવામાં આવ્યો છે. એન્ટલ ઇન્ટરનેશનલ નેટવર્ક ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, જોબમાર્કેટમાં સ્થિતિ ખુબ શાનદાર જોવા મળી રહી છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, ૮૫ ટકા લોકો કહી ચુક્યા છે કે, નોટબંધીના પરિણામ સ્વરુપે આ વર્ષના તેમના ઇન્ક્રીમેન્ટ ઉપર કોઇ અસર થઇ નથી. સર્વેમાં બેંચમાર્કિંગ ડેટા અને અન્ય આંકડાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. લોજિસ્ટિક અને એન્જિનિયરિંગ સેક્ટરની અંદર રહેલા ફાઈનાન્સ પ્રોફેશનલોએ ૨૦ ટકા સુધીના સૌથી વધુ ઇન્ક્રીમેન્ટની ઓફર કરી છે જ્યારે રિટેલમાં પાંચ ટકાનો વધારો કરાયો છે. ટેલિફોન અને બેંકિંગ, ફાઈનાન્સ અને ઇન્સ્યોરન્સ કંપનીઓમાં પણ પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એફએમસીજી અને ડીઆઈએસઆઈમાં એચઆર પ્રોફેશનલો, એન્જિનિયરિંગ, રિટેલમાં ૧૫-૨૦ ટકાનો વધારો મળ્યો છે. ઇ-કોમર્સમાં સાત ટકાની આસપાસનો પગાર વધારો અપાયો છે. હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાંથી સપ્લાયચેનના પ્રોફેશનલોને હાઈએસ્ટ ૨૪ ટકાનો પગાર વધારો અપાયો છે. માર્કેટિંગ પ્રોફેશનલોને સૌથી ઓછો પગાર વધારો અપાયો છે. આ સર્વેમાં ફાઈનાન્સ, એચઆર, ઓપરેશન, સેલ્સ, માર્કેટિંગ, સપ્લાયચેન, એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને આવરી લેવામાં આવ્યા હતા.

Related posts

શેરબજારમાં તેજી રહેવાના સ્પષ્ટ સંકેતો : બજેટ ઉપર નજર કેન્દ્રિત

aapnugujarat

FPI દ્વારા ફેબ્રુઆરીમાં ૫,૩૦૦ કરોડનું રોકાણ

aapnugujarat

મુંબઈ-ગોવા વચ્ચે ૨૨ મેથી દોડશે લક્ઝરિયસ તેજસ એક્સપ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1