Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં હાઈવે નિર્માણની સ્પીડ ઘટી, દિવસના ૧૯.૪૪ કિમી થઈ ગઈ

ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રકચરની તાતી જરૂર છે તેવું આપણે છેલ્લા કેટલાય દસકાઓથી સાંભળતા આવ્યા છીએ પરંતુ મોદી સરકારમાં માર્ગ અને વાહનવ્યવહાર ખાતું સંભાળનાર દિગ્ગજ બીજેપી નેતા-સાંસદ નીતિન ગડકરીએ દેશના હાઈવેની સ્પીડ જ વધારી દીધી છે અને અમુક પરંપરાગત ઢાંચો બદલવાના નિર્ણયો પણ કર્યા છે.
સમયાંતરે હાઈવે બનાવવાનો નવો રેકોર્ડ શેર કરનાર ગડકરીનો છેલ્લા છ મહિનામાં ગ્રાફ નીચે ઉતર્યો છે. દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની ગતિ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ઘટીને ૧૯.૪૪ કિમી પ્રતિ દિવસ થઈ ગઈ છે. સત્તાવાર માહિતી અનુસાર દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો એટલેકે નેશનલ હાઈવેના નિર્માણની ગતિ ૨૦૨૦-૨૧માં પ્રતિદિન ૩૭ કિલોમીટરના રેકોર્ડને સ્પર્શી ગઈ હતી. જોકે ૨૦૨૧-૨૨માં કોરોના મહામારીને કારણે અને કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધુ ચોમાસાને કારણે આ સ્પીડ ઘટીને ૨૮.૬૪ કિમી પ્રતિ દિવસ થઈ ગઈ હતી. આ વર્ષના શરૂઆતી છ મહિના માટેના આંકડાને જોઈએ તો બે વર્ષમાં જ હાઈવે બનાવવાની ગતિમાં ૬૦%નો ઘટાડો આવ્યો છે.
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (એમઓઆરટીએચ), સપ્ટેમ્બર ૨૦૨૨ માટે કેબિનેટ માટેના તેના માસિક સારાંશમાં જણાવ્યું હતોં કે, “મંત્રાલયે ૨૦૨૨-૨૩માં સપ્ટેમ્બર સુધીમાં ૩૫૫૯ કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવ્યા છે, જ્યારે ૨૦૨૧-૨૨માં સપ્ટેમ્બર સુધી આંકડો ૩,૮૨૪ કિલોમીટર હતો.’ મંત્રાલયના ડેટા અનુસાર આ વર્ષે એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન કુલ ૪૦૯૨ કિમીના હાઈવે બાંધકામના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ૪૬૦૯ કિમી હતા. ચાલુ નાણાકીય વર્ષ માટે હાઇવે કન્સટ્રકશનનું સત્તાવાર લક્ષ્ય ૧૨,૦૦૦ કિમી છે.
દેશના હાઈવેની સ્થિતિ સુધારવા માટે સરકાર રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (આઈએનવીઆઈટીએ) દ્વારા વધારાના રૂ. ૩૮૦૦ કરોડ એકત્ર કરવા માંગે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે નેશનલ હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટની એક ઈવેન્ટને સંબોધતા ગડકરીએ જણાવ્યું હતું કે વધારાના ભંડોળમાંથી લગભગ રૂ. ૧૫૦૦ કરોડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (દ્ગઝ્રડ્ઢ) દ્વારા એકત્ર કરવામાં આવી રહ્યા છે, જેની પાકતી મુદત ૨૪ વર્ષની છે. આઈએનવીઆઈટીએ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. આઈએનવીઆઈટીએ હેઠળ વિદેશી અને ભારતીય સંસ્થાકીય રોકાણકારો પાસેથી અત્યાર સુધીમાં રૂ. ૮૦૦૦ કરોડથી વધુ ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે.
આઈએનવીઆઈટીએ મ્યુચ્યુઅલ ફંડની જેમ રોકાણનું માધ્યમ પણ છે. આ દ્વારા રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરવામાં આવે છે અને એવી મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે જે સમયાંતરે આવક પ્રદાન કરે છે.
ગડકરીએ કહ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને દેશમાં હાઈવેનો વિકાસ તેની વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે માહિતી આપી હતી કે સરકાર સૌથી વધુ ફોકસ દેશના પૂર્વોત્તર વિસ્તારને હાઈવે નેટવર્ક સાથે જોડવા માટે કામ કરી રહી છે.

Related posts

नंदा देवी रेस्क्यू : एक महीने बाद मिले सात पर्वतारोहियों के शव

aapnugujarat

कोरोना को जितना रोक पाएंगे, उतनी ही जल्दी खुलेगी हमारी अर्थव्यवस्था : मोदी

editor

૮ વર્ષમાં કેન્દ્ર દ્વારા મનરેગા પાછળ ૫ લાખ કરોડનો ખર્ચ : કેન્દ્રીય નાણાં મંત્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1