Aapnu Gujarat
ગુજરાત

આનંદીબેન પટેલે સુરતમાં ક્રાફ્ટરૂટ એક્ઝિબિશનનું ઉદ્‌ઘાટન કર્યું

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીની સાથે બીટીપી,લોક જનશક્તિ પાર્ટી સક્રિય થઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા અને મુલાકાતો વધી ગઈ છે. એવામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના ગુજરાતના પ્રવાસે રાજકારણમાં ઉત્સુકતા વચ્ચે હલચલ જગાવી દીધી છે. આનંદીબેન પટેલના હસ્તે આજે સુરતમાં ક્રાફ્ટરૂટ એક્ઝિબિશન ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે.ભારતના ૨૨થી વધુ રાજ્યોમાંથી આવેલા વિવિધ હસ્ત અને શિલ્પકલાકારો દ્વારા નિર્મિત ચીજવસ્તુઓના ‘ક્રાફટ્‌સ રૂટ એકિઝબિશન’નું ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલેના હસ્તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે. નવરાત્રિના તહેવારને અનુરૂપ એક્ઝિબિશનનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે તેમણે જણાવ્યું હતું કે, આજ રોજ સુરતના સાયન્સ સેન્ટર ખાતે ક્રાફ્ટરૂટ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. પહેલા આ કારીગરો-કલાકારો ઉપર કોઈ ધ્યાન આપતું જ નહોતું, કારીગરો પોતાની રીતે પોતાના ઘરમાં બેસીને કામ કરતા અને કોઈ સંસ્થા સાથે જોડાઈ જાય તો તે સંસ્થા આવીને પ્રોડ્‌ક્ટ ખરીદી જાય. આવી વ્યવસ્થા ગુજરાતમાં અને સમગ્ર દેશમાં હતી. પરંતુ જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે, ત્યારેથી તેમણે આ પ્રોડક્ટ અને કારીગરો પર ઘણું ધ્યાન આપ્યું છે.
તેમણે જણાવ્યું કે, ફેશન બદલાઈ પરંતુ કલાકારોએ ફેશન અપનાવી નહીં જૂની પદ્ધતિથી કામ કરતા રહ્યા એટલે પ્રજામાં આ કારીગરોની પ્રોડક્ટ ન વેચાઈ. પહેલા આ પ્રોડક્ટ બનાવવા માટે કાચો સામાન અન્ય રાજ્યોમાંથી અને અન્ય દેશમાંથી મંગાવવો પડતો હતો. પરંતુ હવે ઘર આંગણે આ સામાન મળી રહ્યો છે. ગામડામાં બનતી નાની પ્રોડક્ટ વર્લ્ડ લેવલ પર વેંચાય છે. ભારત સરકારે આ બાબતે ખૂબ જ સરસ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. આનંદીબેન પટેલે જણાવ્યું કે, મેં સાંભળ્યું છે કે ઘણા બધા કારીગરોએ પોતાની નવી પેઢી કે જેઓ વિદેશમાંથી ભણીને આવી છે, તેમને પણ આ વ્યવસાયમાં જોડી છે. આ તકે ઉત્તર પ્રદેશના રાજ્યપાલે સુરતવાસીઓને વિનંતી કરતા જણાવ્યું કે, આ આપણું અભિમાન છે, આપણું સ્વાભિમાન છે, આપણી વિરાસત છે. આને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવાનું કામ આપણા બધાનું છે. તેમને જવતા રાખવાનું કામ પણ આપણા બધાનું છે. એમના પરિવારને આગળ લઈ જવાનું કામ પણ આપણા બધાનું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગઈકાલે સાંજે ભરૂચના ઝાડેશ્વરમાં આવેલી જમકુ પાપડની ફેક્ટરીની આનંદીબેન પટેલે ઓચિંતી મુલાકાત લીધી હતી. આનંદીબેન પટેલની શુભેચ્છા મુલાકાતથી રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. જોકે, આનંદીબેન પટેલે આને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.

Related posts

ગુજરાત સરકારના કર્મચારીને ભેટ : મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો

aapnugujarat

વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણ ખાતે મેડીકલ કેમ્પ યોજાયો

editor

એસ.જી. રોડ પર બપોરનાં સમયમાં વધારે અકસ્માતો : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1