Aapnu Gujarat
ગુજરાત

રાજકોટમાં ૨૮ કરોડની નકલી રેલ્વે ટિકિટનું કોભાંડ ઝડપાયું

હ્યુમન ઇન્ટેલિજન્સે આપેલી બાતમીના આધારે આરપીએફએ આરોપીઓને પકડ્યા હતા. આરપીએફ ટીમે રાજકોટ દ્વારા મન્નાન વાઘેલા (ટ્રાવેલ એજન્ટ)ને ઝડપી લીધો છે. કન્હૈયાગીરીની મુંબઈથી ધરપકડ કરાઈ છે. પૂછપરછ દરમિયાન ગીરીએ અન્ય સહયોગીઓ અને વાપી એડમિન/ડેવલપર અભિષેક શર્માના નામ જાહેર કર્યા હતા જેની ધરપકડ કરવામાં આવી હતી. અભિષેક શર્માએ ગેરકાયદે સોફ્ટવેરનો સંચાલક હોવાની કબૂલાત કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ આપેલી માહિતીના આધારે, ૩ વધુ આરોપીઓ- અમન કુમાર શર્મા, વિરેન્દ્ર ગુપ્તા અને અભિષેક તિવારીની અનુક્રમે મુંબઈ, વલસાડ (ગુજરાત) અને સુલતાનપુર (યુપી)માંથી ધરપકડ કરવામાં આવી હતી. રેલવેએ રૂ. ૪૩,૪૨,૭૫૦ની કિંમતની ૧૬૮૮ ટિકિટ પણ જપ્ત કરી છે. ભૂતકાળમાં આ આરોપીઓએ રૂ. ૨૮.૧૪ કરોડની ટિકિટ ખરીદી અને વેચી હતી, જેમાં તેમને તગડું કમિશન મળ્યું હતું. આરોપીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આઈઆરસીટીસીના નકલી વર્ચ્યુઅલ નંબર અને નકલી યુઝર આઈડી આપીને આ ગેરકાયદેસર સોફ્ટવેરના વેચાણમાં સામેલ હતા. આરોપીઓ પાસે નકલી આઈપી એડ્રેસ જનરેશન સોફ્ટવેર હતું, જેનો ઉપયોગ આઈપી એડ્રેસ દીઠ મર્યાદિત સંખ્યામાં ટિકિટ મેળવવા માટે ગ્રાહકો પર લાદવામાં આવેલા પ્રતિબંધને ટાળવા માટે કરાતો હતો. તેઓએ મોબાઇલ નંબર અને ઇ-મેલ્સ પણ વેચ્યા છે, જેનો ઉપયોગ આઈઆરસીટીસીના નકલી વપરાશકર્તા આઈડી બનાવવા માટે ઓટીપી ચકાસણી માટે થાય છે. આરપીએફ સ્ટાફ દ્વારા “ઓપરેશન અવેલેબલ’ કોડનેમ હેઠળ મિશન મોડમાં રેલવે ટિકિટની ચોરીમાં સામેલ વ્યક્તિઓને પકડવા માટે સઘન અને સતત કાર્યવાહી કરાઈ રહી છે. જે કૌભાંડ ઝડપાયું છે તેમાં અન્ય કેટલાક શકમંદોને શોધી રહી છે. રાજકોટ રેલવે ડિવિઝનના આરપીએફ સ્ટાફે ટિકિટ બુકિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આરપીએફ ટીમે દ્વારા જુદા-જુદા રાજ્યોમાંથી ૬ વ્યક્તિની ધરપકડ કરીને રૂ.૪૩ લાખની રેલવે ટિકિટ જપ્ત કરી છે. આ ઉપરાંત રાજકોટના એક વ્યક્તિ સહિત ૬ આરોપીએ અત્યાર સુધીમાં ૨૮ કરોડની ટ્રેનની ટિકિટ વેચી દીધી હોવાનું બહાર આવ્યું છે. આ તમામ એજન્ટ આઈઆરસીટીસીનું લાઇસન્સ પણ ધરાવતા ન હતા, તેઓ ગેરકાયદે સોફ્ટવેરનો ઉપયોગ કરીને એડવાન્સ બુકિંગ અને તત્કાલ ટિકિટનું જથ્થામાં બુકિંગ કરી રહ્યાં હતાં.

Related posts

એહમદ પટેલ ભરૂચથી ચૂંટણી લડે તેવી વકી

aapnugujarat

શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રાયોગિક આરંભ : પાંચ શહેરોના 6 કડિયાનાકાઓ પર 2460 બાંધકામ શ્રમિકોને મળ્યો ભોજનનો લાભ

aapnugujarat

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા વિરુદ્ધમાં કોંગ્રેસ દ્વારા રેલી

editor

Leave a Comment

UA-96247877-1