Aapnu Gujarat
ગુજરાત

જામનગરમાં વિશ્વના મોટા પ્રાણી સંગ્રહાલયને હાઈકોર્ટની લીલીઝંડી

વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય જામનગરમાં બની રહ્યું છે જેને ગુજરાત હાઇકોર્ટે લીલીઝંડી આપી દીધી છે. મહત્વનું છે કે રિલાયન્સ ગ્રુપના સહયોગ ૨૮૦ એકર પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. જેના પર રોક લગાવતી અરજી કરવાઆમાં આવી હતી. અને અન્ય દેશોમાંથી લવાતા પ્રાણીઓ-પક્ષીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવાયો હતો. જેના પર આજે થયેલી સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે રોક લગાવતી અરજી ફગાવી દીધી છે. કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા જવાબ રજૂ કરવામાં આવતા કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે. દેશ-વિદેશથી લવાયેલા પ્રાણીઓની વિશેષ કાળજી માટે ખાતરી પણ આપવામાં આવી છે. જીવ અને આરોગ્યની કાળજી લેવાશે તેવો જવાબ રજૂ કરવામાં આવતા ૐઝ્રએ પ્રાણી સંગ્રહાલયને પરમીશન આપી દીધી છે.
ગત ૨૦ મે રોજ જામનગરમાં નિર્મિત પ્રાણીસંગ્રહાલય માટે વિદેશમાંથી પ્રાણીઓ લાવવામાં આવ્યાં છે. વિમાન મારફતે દક્ષિણ આફ્રિકાના મોરાક્કોથી આ પ્રાણીઓને લાવવામાં આવ્યાં હતા. પ્રાણીસંગ્રહાયલ માટે ૨૭ વાઘ, ૧૦ રીંછ, ૧૦ ચિત્તા, ૧૦ શાહુડી, ૧૦ જગુઆરેંડી, ૧૦ લિંક્સ, ૦૪ ટેમાનાડોસ, ૦૩ ઓકેલોટ અને ૧૦ અમેરિકન મોટી બિલાડી લાવવામાં આવી છે. તમામ પ્રાણીઓને રશિયન કાર્ગો વિમાન મારફતે લાવવામાં આવ્યાં હતા. આગામી સમયમાં અન્ય પ્રાણીઓને પણ કાળજીપૂર્વક લાવવામાં આવશે.
’ગ્રીન્સ ઝુલોજિકલ’, ’રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ના નામે જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલય લોકો માટે ખૂલ્લું રહેશે. આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. મહત્વનું છે કે, કોરોના અને લોકડાઉનના કારણે આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો છે. પણ હાલ ઝડપથી તેણે આખરી ઓપ આપવાનું કામકાજ ચાલી રહ્યું છે.
જામનગરનું રેસ્ક્યૂ સેન્ટર પ્રાણી સંગ્રહાલયથી અલગ છે. આ સંગ્રહાલય આમ જનતા માટે ખૂલ્લુ નહીં રહે. રેસ્ક્યૂ સેન્ટર ઇૈંન્ની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે. તે ઇજાગ્રસ્ત કે માનવભક્ષી માંસાહારી પ્રાણીઓને સાચવવા માટે રાજ્ય સરકારના વનવિભાગને સહાય કરવા માટે બનાવવામાં આવ્યું છે.
જામનગર જિલ્લામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી વિશ્વનું સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવશે. જે એક જ સ્થાને પ્રાણીઓની સંખ્યા અને પ્રજાતિની દ્રષ્ટ્રિએ જામનગરમાં મેગા ઝૂ બનાવવામાં આવી રહ્યું છે. એસોચમ ફાઉન્ડેશન અંતર્ગત વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ગુજરાત વિશે વાત કરવામાં આવી હતી.

Related posts

ચૂંટણી બાદ ફરી એકવાર વિવિધ વિભાગોમાં બદલીના દોર શરૂ

aapnugujarat

મ્યુનિ. કચેરીઓમાં પ્લાસ્ટિક ઉપયોગ પર પ્રતિબંધ લદાશે

aapnugujarat

ધ્રાગધ્રા-માલવણ હાઇવે પાસે થી 1.64 લાખનો દારુ જપ્ત કરાયો

editor

Leave a Comment

UA-96247877-1