Aapnu Gujarat
ટેકનોલોજી

વોડાફોન-આઈડિયાની સિસ્ટમમાં ખામીથી ૨ કરોડ ગ્રાહકોના ડેટા લિક

સાયબર સિક્યોરિટી રિસર્ચ કંપની સાયબરએક્સ૯એ એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાની સિસ્ટમમાં ખામીને કારણે લગભગ ૨ કરોડ પોસ્ટપેડ ગ્રાહકોના કોલ ડેટા રેકોર્ડ્‌સ સાર્વજનિક થઈ ગયા છે. જોકે, કંપનીએ આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, ડેટામાં કોઈ પ્રકારની ખામી સર્જાઈ નથી. કંપનીના જણાવ્યા અનુસાર, તેમની બિલિંગ સિસ્ટમમાં જે ખામીઓ છે તેને તરત જ દૂર કરવામાં આવી હતી.
અગાઉ સાયબરએક્સ૯રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રણાલીગત ખામીઓને કારણે વીઆઈ) લગભગ ૨ કરોડ પોસ્ટપેડ ગ્રાહકોના કોલ ડેટા રેકોર્ડ સામે આવ્યો છે. તેમાં કોલનો સમય, કોલ કેટલો સમય ચાલ્યો, કોલ ક્યાંથી કરવામાં આવ્યો, ગ્રાહકનું પૂરુ નામ અને સરનામું એસએમએસની વિગતો સાથે કોન્ટેક્ટ નંબર પર આવેલા મેસેજ મોકલવામાં આવ્યા છે.
સાયબરએક્સ૯ના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર હિમાંશુ પાઠકે જણાવ્યું હતું કે, કંપનીએ આ અંગે વોડાફોન આઈડિયાને જાણ કરી હતી અને કંપનીના એક અધિકારીએ પણ ૨૪ ઓગસ્ટે આવી સમસ્યાનો સ્વીકાર કર્યો હતો.
જો કે, સાયબરએક્સ૯કહે છે કે, કંપનીએ લાખો ગ્રાહકોના ઓછામાં ઓછા ૨ વર્ષનો કોલ ડેટા અને અન્ય સંવેદનશીલ ડેટા સાર્વજનિક કર્યો છે અને ઘણા ગુનાહિત હેકર્સે તે ડેટા ચોરી લીધો હોઈ શકે છે. સાયબરએક્સ૯ફોરેન્સિક ઓડિટ કરાવવાનો અને ડેટામાં કોઈ ખામી ન હોવાના દાવાને ખોટો સાબિત કર્યો છે.

Related posts

जम्मू-कश्मीर-लेह को चीन का हिस्सा दिखाने पर केंद्र ने ट्विटर को दी चेतावनी

editor

गूगल अमेरिका में कोविड-19 टीकाकरण केंद्र के लिए देगा अपनी जगह : सुंदर पिचाई

editor

गूगल 25 सितंबर को स्मार्टफोन पिक्सल 5, पिक्सल 4ए 5जी को करेगा लॉन्च

editor

Leave a Comment

UA-96247877-1