Aapnu Gujarat
રાષ્ટ્રીય

બિહારમાં રાજ્ય સરકારની મંજૂરી વિના સીબીઆઈને એન્ટ્રી નહીં મળે

બિહારમાં સરકાર બદલતા જ નિયમ બદલાવાના શરૂ થઈ ગયા છે. હવે બિહારમાં પણ કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ) ની એન્ટ્રી બંધ થઈ ગઈ છે. એટલે કે હવે રાજ્ય સરકાર ઈચ્છશે ત્યારે જ સીબીઆઈની એન્ટ્રી થશે.
કાયદા અનુસાર સીબીઆઈએ કોઈ પણ કેસની તપાસ કરવા માટે રાજ્ય સરકારની અનુમતિ લેવી જરૂરી છે. જોકે, જ્યાં સુધી ત્યાં જેડીયુ અને બીજેપીના ગઠબંધનની સરકાર હતી, ત્યાં સુધી સીબીઆઈની એન્ટ્રી થઈ જતી હતી પરંતુ હવે ત્યાં સીબીઆઈએ તપાસ કરવા માટે રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે. ના. સીબીઆઈ ભલે કેન્દ્ર સરકારના આધીન છે પરંતુ એ ત્યારે જ કોઈ કેસની તપાસ કરી શકશે જ્યારે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ કે કેન્દ્ર પાસેથી આદેશ મળશે. જો કેસ કોઈ રાજ્યનો છે, તો તપાસ માટે ત્યાંની રાજ્ય સરકાર પાસેથી પરવાનગી લેવાની હોય છે.
એવુ એટલા માટે કેમ કે સીબીઆઈની રચના દિલ્હી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ૧૯૪૬ હેઠળ થઈ છે. આ કાયદાની કલમ ૬ અનુસાર સીબીઆઈને કોઈ કેસની તપાસ કરવા માટે રાજ્ય સરકારની પરવાનગી લેવી જરૂરી છે.
આનો અર્થ એ થયો કે જો સીબીઆઈએ બિહારમાં હવે કોઈ કેસની તપાસ કરવી હશે તો રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે. પહેલા પણ આવુ જ હતુ પરંતુ સરકારમાં ભાજપ પણ સામેલ હતી, તેથી અનુમતિ સરળતાથી મળી જતી હતી.
જો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ સીબીઆઈને તપાસ કરવાનો આદેશ આપે છે તો પછી એજન્સીએ રાજ્ય સરકારની અનુમતિ લેવાની જરૂર પડશે નહીં.
સીબીઆઈને તો રાજ્ય સરકારની અનુમતિ લેવી પડે છે પરંતુ કેન્દ્રની અન્ય એજન્સીઓને આવી જરૂર પડતી નથી. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) હોય કે ઈડી (ઈડી) હોય. આ એજન્સીઓ સમગ્ર દેશમાં ક્યાંય પણ જઈને તપાસ કરી શકે છે. આમને રાજ્યોમાં તપાસ કરવા માટે રાજ્ય સરકારની મંજૂરીની જરૂર નથી.અત્યાર સુધી ૯ રાજ્યોમાં સીબીઆઈની એન્ટ્રી પર પ્રતિબંધ લાગી ચૂક્યો છે. જેમાં બિહાર સિવાય પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, કેરળ, ઝારખંડ અને મેઘાલય જેવા રાજ્ય સામેલ છે.
આ રાજ્યોએ સીબીઆઈને તપાસ માટે આપવામાં આવતી સામાન્ય સહમતિને હટાવી દીધી છે. આ રાજ્યોમાં જો કોઈ કેસની તપાસ સીબીઆઈએ કરવાની છે તો રાજ્ય સરકારને પૂછવુ પડશે.
જે રાજ્યોમાં સામાન્ય સહમતિ આપવામાં આવી નથી કે પછી જ્યાં વિશેષ કેસમાં સામાન્ય સહમતિ નથી, ત્યાં ડીએસપીઈએક્ટની કલમ ૬ હેઠળ રાજ્ય સરકારની ખાસ સહમતિ જરૂરી છે.

Related posts

સરકાર નૌ સેના માટે ૧૭૦૦ કરોડના બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે

aapnugujarat

સોપિયનમાં આર્મી કેમ્પ ઉપર હુમલાનો પ્રયાસ : ત્રાસવાદી ઠાર

aapnugujarat

માયાવતીને જાદુ કી ઝપ્પી આપવાનાં સૂચન બદલ સંજય દત્ત સામે સમન્સ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1